Ahmedabad: ઘાટલોડિયામાં લીવ ઇનમાં રહેતાં યુવક યુવતી પર હુમલો કરનાર 10ને જેલ ભેગા કરાયા

પ્રેમી યુગલ મૈત્રી કરાર કરી આશાપુરી સોસાયટી રહેવા આવ્યા જેની જાણ યુવતીના પરિવારને થતા તેઓએ સમાધાનના બહાને 51 લાખ રૂપિયા અને સોના દાગીનાની માંગણી કરી, પરતું યુવકના પરિવારે માંગણી ન સ્વીકારતા તેમના ઘરે 20 થી 25 લોકોના ટોળાએ તોડફોડ કરી. જેને પોલીસે અલગ અલગ ટિમ બનાવી આરોપી પકડી લીધા છે.

Ahmedabad: ઘાટલોડિયામાં લીવ ઇનમાં રહેતાં યુવક યુવતી પર હુમલો કરનાર 10ને જેલ ભેગા કરાયા
Ghatlodia attack case
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: May 30, 2022 | 4:11 PM

અમદાવાદ (Ahmedabad) નાં ઘાટલોડિયા વિસ્તારમાં મૈત્રી કરારમાં યુવક સાથે રહેતી યુવતીનાં ઘર પરિવારજનોએ કરેલા હુમલા બાદ પોલીસે (Police)  ત્વરીત કાર્યવાહી કરીને 10 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. મહત્વનું છે કે 20 થી વધુ લોકોનાં ટોળાએ વાહનોમાં તોડફોડ કરીને યુવતીને લઈ જ જઈશું તેવી ધમકીઓ આપી હતી. શું છે સમગ્ર મામલો જોઇએ આ અહેવાલમાં. અમદાવાદનાં ધાટલોડિયા વિસ્તારમાં 25મી મેનાં રોજ 20 થી વધુ લોકોના ટોળાએ વાહનોમાં કરેલી તોડફોડ મામલે ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો ખુલ્યો હતો. ઘાટલોડિયામાં રહેતા મેરુ દેસાઈ અને અમી દેસાઈ વચ્ચે વર્ષ 2019 પ્રેમ સંબંધમાં જોડાયા હતા. પરતું અમીબેનના પરિવારને આ સંબંધનો સ્વીકાર કરતું ન હતું.. જેથી પોતાના પ્રેમી સાથે જિંદગી જીવા માટે પિતાનું ઘર છોડ્યું અને પ્રેમી મેરુના ઘરે રહેવા આવી,આ પ્રેમી યુગલ સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમના પરિવાર તમેના જીવનો દુશ્મન બનશે અને ખાતકી હુમલો કરશે. આ પ્રેમી યુગલ મૈત્રી કરાર કરી આશાપુરી સોસાયટી રહેવા આવ્યા જેની જાણ અમીના પરિવારને થતા તેઓ ટોળું લઈ સમાધાન બહાને 51 લાખ રૂપિયા અને સોના દાગીના માંગણી કરી, પરતું યુવકના પરિવારે માંગણી ન સ્વીકારતા તેમના ઘરે 20 થી 25 લોકોના ટોળા ઘર પર તોડફોડ કરી. જેને પોલીસે અલગ અલગ ટિમ બનાવી આરોપી પકડી લીધા છે. જોકે તોડફોડ કરનારા મુખ્ય આરોપી પોલીસે પકડી શકી નથી

બન્ને પ્રેમી યુગલ શિક્ષિત છે. જેમાં અમી દેસાઈ પીએચડીમાં અભ્યાસ કરે છે અને ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી સંશોધન મદદનીશ તરીકે ફરજ બજાવે છે. જ્યારે મેરુ કાયદાનો અભ્યાસ કરે છે. બંને ગુજરાત યુનિવર્સિટીમાં સંપર્કમાં આવ્યા અને પ્રેમસંબંધમાં જોડાયા હતા. પરંતું અમીબેનના બાળપણમાં લગ્ન કરી લીધા હતા. જે અમીને મંજુર નહતા.. એક તરફ પ્રેમ અને બીજી તરફ સામાજિક બંધન વચ્ચે અમીએ પ્રેમનો સાથ આપ્યો અને પ્રેમી મેરુ સાથે મૈત્રી કરાર કરીને જિંદગી ની શરૂઆત કરી. જેની અદાવત રાખીને અમીના પરિવારે અસામાજિક તત્વો સાથે મળીને તોડફોડ કરીને હુમલો કરતા ઘાટલોડિયા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો..જે બાદ પોલીસે એક આરોપી ધરપકડ કરી જમીન પર છોડી દીધો હતો પરંતુ અન્ય 9 આરોપી ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ ઘટનામાં પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને ફરિયાદી યુવતી અમીનાં ફોઈનાં દિકરા નાગરાજ દેસાઈ, કૌટુંબીક ભાઈ રાજુ દેસાઈ, વૈભવ દેસાઈ, કૌશલ દેસાઈ સહિત 10 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આ પ્રકારનાં ગુના જામીનપાત્ર હોવા છતાં યુવતીને પરિવારજનોનો ભય સતાવતો હોવાથી તેમજ પરિવારજનો માથાભારે હોવાથી પોલીસે આરોપીઓને જામીન ન મળે તેવી કોર્ટમાં માગ કરતા કોર્ટે આરોપીઓને જેલ હવાલે કર્યા છે. ત્યારે આ મામલે ધાટલોડિયા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">