અમદાવાદના 608 વર્ષના ઇતિહાસમાં મુસ્લિમોએ હિન્દુઓને લઈને પહેલી વાર એવું કર્યું કામ કે જેને હિન્દુસ્તાન થઈ જશે ખુશ અને પાકિસ્તાનને થઈ જશે ઈર્ષ્યા

સામાન્ય રીતે સાંપ્રદાયિક સદ્ભાવની બાબતમાં ગુજરાતનું નામ 2002ના કોમી રમખાણો બાદ ખરાબ થઈ ગયુ હતું, પરંતુ આપણા ગુજરાતમાં સાંપ્રદાયિક સદ્ભાવની ક્યારેય ઉણપ હતી નહીં કે હાલમાં પણ છે નહીં. એક તદ્દન તાજો દાખલો સામે આવ્યો છે કે જેમાં અમદાવાદના મુસ્લિમ નવયુવાનોએ એક મસ્જિદના દ્વાર તમામ ધર્મોના લોકો માટે ખોલી દીધા. Web Stories View more IPL […]

અમદાવાદના 608 વર્ષના ઇતિહાસમાં મુસ્લિમોએ હિન્દુઓને લઈને પહેલી વાર એવું કર્યું કામ કે જેને હિન્દુસ્તાન થઈ જશે ખુશ અને પાકિસ્તાનને થઈ જશે ઈર્ષ્યા
Follow Us:
| Updated on: Jan 29, 2019 | 8:51 AM

સામાન્ય રીતે સાંપ્રદાયિક સદ્ભાવની બાબતમાં ગુજરાતનું નામ 2002ના કોમી રમખાણો બાદ ખરાબ થઈ ગયુ હતું, પરંતુ આપણા ગુજરાતમાં સાંપ્રદાયિક સદ્ભાવની ક્યારેય ઉણપ હતી નહીં કે હાલમાં પણ છે નહીં.

એક તદ્દન તાજો દાખલો સામે આવ્યો છે કે જેમાં અમદાવાદના મુસ્લિમ નવયુવાનોએ એક મસ્જિદના દ્વાર તમામ ધર્મોના લોકો માટે ખોલી દીધા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મળતી માહિતી મુજબ અમદાવાદમાં રખિયાલ ખાતે આવેલી ઉમર બિન ખત્તાબ મસ્જિદે આ સાંપ્રદાયિક સૌહાર્દની પહેલ કરી.

ઉમર બિન ખત્તાબ મસ્જિદે ગત 27 જાન્યુઆરીએ‘આવો, મસ્જિદની મુલાકાત લઇએ’ નામનો એક કાર્યક્રમ શરુ આયોજિત કર્યો. આ કાર્યક્રમ હેઠળ તમામ ધર્મોના લોકોને મસ્જિદમાં પ્રવેશનું ખુલ્લુ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : શુક્રનો થઈ રહ્યો છે ધનમાં પ્રવેશ : જો તમારી આ રાશિ છે, તો તમારા જીવનમાં ખુશીઓ, આનંદ અને ઉલ્લાસ ભરી દેશે શુક્ર !

પહેલી વાર કોઈ મસ્જિદ તરફથી આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેમાં તમામ ધર્મોના લોકોનું મસ્જિદમાં સ્વાગત કરવામાં આવ્યું. એટલુ જ નહીં, મસ્જિદની મુલાકાત લેનાર તમામ લોકોનું ખજૂર અને સોગાત સાથે સ્વાગત કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ દરમિયાન મસ્જિદમાં આવેલા લોકોને નમાજનો ઉદ્દેશ, પાંચ પ્રહરની નમાજ, જુમ્મા, ઈદ, જનાઝા અને તહજ્જુદની નમાજ તથા હજ વગેરે વિશે માહિતી આપવામાં આવી. કાર્યક્રમ હેઠળ મસ્જિદમાં આવેલા લોકોએ મુસ્લિમોને વજૂ કરતા અને નમાજ વાંચતા જોયા. લોકોએ નમાજમાં શું વાંચવામાં આવે છે, દુઆ કેવી રીતે થાય છે જેવા સવાલો કર્યા. કેટલાક લોકોએ એ પણ જાણવા માંગ્યું કે મુસ્લિમો કાબા તરફ મુખ રાખી નમાજ કેમ વાંચે છે.

આ પણ વાંચો : જાહેર થઈ ગયો ટી-20 મૅચોના મહાસંગ્રામનો કાર્યક્રમ, જાણો વિરાટ સેના પહેલા જ દિવસે કોની સામે ટકરાશે ? આખો કાર્યક્રમ જાણવા વાંચો આ ખબર

મસ્જિદ અને ઇસ્લામ ધર્મ વિશે માહિતી લેનારા અન્ય ધર્મોના લોકોએ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેમના મનમાં મસ્જિદને લઈને ઘણા સવાલો હતા. આ કાર્યક્રમના પગલે ઘણી માહિતીઓ મળી અને ઘણી શંકાઓ પણ દૂર થઈ. કેટલાક લોકોએ જણાવ્યું કે આ કાર્યક્રમથી તેમના મનમાં ઇસ્લામને લઈને અગાઉ જે અભિગમ હતો, તેમાં ઘણો બદલાવ આવ્યો.

આ પણ વાંચો : કૉંગ્રેસ મુખ્યાલયમાં કયો છે એ LUCKY ROOM કે જેને પામવા માટે નેતાઓમાં લાગી છે હોડ ? કોને ફાળે આવશે આ LUCKY ROOM ?

મસ્જિદના ટ્રસ્ટીએ કહ્યું કે અમે આ ભ્રાંતિ અને ગેરસમજણને દૂર કરવાનો પ્રયત્ન કર્યો કે માત્ર મુસ્લિમો જ મસ્જિદમાં જઈ શકે છે.

આ કાર્યક્રમ દરમિયાન મસ્જિદની દિવાલો પર ઇસ્લામિક એગ્ઝીબિશન પણ લગાવવામાં આવ્યું કે જેમાં ઇસ્લામ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના બહુ વખાણ થઈ રહ્યા છે.

[yop_poll id=879]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">