અમદાવાદમાં છ મહિના બાદ કોરોનાના કેસનો આંક 60 ઉપર પહોંચ્યો, ત્રીજી લહેરની દહેશત

અમદાવાદમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના નવા 61 કેસ નોંધાયા છે. જયારે શુક્રવારે શહેરમાં 32 કેસ નોંધાયા હતા. એટલે કે, માત્ર એક જ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા બમણી થઈ છે.

અમદાવાદમાં છ મહિના બાદ કોરોનાના કેસનો આંક 60 ઉપર પહોંચ્યો, ત્રીજી લહેરની દહેશત
Ahmedabad Corona Cases
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 5:37 PM

ગુજરાતમાં(Gujarat)  શનિવારે આવેલા કોરોનાના(Corona)  કેસના વિકમી ઉછાળાએ રાજયમાં ત્રીજી લહેરની આશંકાને મજબૂત કરી દીધી છે. જેમાં પણ અમદાવાદ(Ahmedabad)  છેલ્લા 11 દિવસમાં કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે. તેમજ શનિવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 61 કેસ નોંધાયા હતા. આ કેસ અમદાવાદ શહેરમાં 196 દિવસ એટલે કે અંદાજે છ મહિના બાદ ફરી નોંધાયા છે.

અમદાવાદમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના નવા 61 કેસ નોંધાયા છે. જયારે શુક્રવારે શહેરમાં 32 કેસ નોંધાયા હતા. એટલે કે, માત્ર એક જ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા બમણી થઈ છે. આ કેસો શહેરના બોડકદેવ, ચાંદલોડિયા, ચાંદખેડા, જોધપુર, સેટેલાઈટ વિસ્તારમાં કોરોનાના કેસ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં 11 દિવસમાં કોરોનાના નવા 208  કેસ નોંધાયા છે. આ બધા વચ્ચે ચિંતાની વાત એ છે કે શહેરનો ટેસ્ટ પોઝિટીવીટી દર (Test Positivity Rate)  પણ બમણો થયો છે. જેના લીધે આગામી દિવસોમાં શહેરમાં કોરોનાના કેસમાં વધુ ઉછાળો જોવા મળશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

જેમાં અમદાવાદ શહેરમાં 13 ડિસેમ્બરે પોઝિટિવિટી રેટ 3.36 ટકા હતો જે વધીને 23 ડિસેમ્બરે 6.69 ટકા થઈ ગયો છે. એનો મતલબ એ છે કે દર હજારે કોરોના ટેસ્ટ કરતાં 13 ડિસેમ્બરના રોજ અંદાજે ચાર લોકો પોઝીટીવ આવતા હતા જેની સંખ્યા હવે વધીને સાતની આસપાસ પહોંચી છે. જો કે કોરોનાના કેસમાં વધારો અને ઓમીક્રોનના કેસ વધતાં આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. તેમજ અનેક સ્થળો પર કોરોના ગાઈડ લાઇનના પાલનને લઇને ચેકિંગ પણ હાથ ધર્યું છે.

જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં કોરોના ટેસ્ટિંગ વધારવાનો પણ નિર્ણય લીધો છે.- જેમાં શહેરની જુદીજુદી ખાનગી અને સરકારી લેબોરેટરીમાં એન્ટિજન ટેસ્ટ થઈ રહ્યાં છે. શહેરમાં સરેરાશ દરરોજ સાત હજાર જેટલા RT-PCR અને એન્ટિજન ટેસ્ટ થાય છે. કોર્પોરેશન દ્વારા 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપર પણ ટેસ્ટિંગની વ્યવસ્થા કરાઈ છે.

રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના વધુ બે કેસ નોંધાયા છે. નાઇઝીરિયા અને દુબઇથી આવેલા બે પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે અને તેમના સેમ્પલમાં ઓમિક્રોન વેરીએન્ટ હોવાની પુષ્ટિ થઇ છે. આ બંને પુરુષમાં એક બોપલ અને એક બોડકદેવનો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ બે કેસ સાથે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના કુલ 12 કેસ થયા છે.

આ પણ વાંચો : સીએમ ભૂપેન્દ્ર પટેલે સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની સમીક્ષા કરી, રેલ્વે રાજયમંત્રી દર્શના જરદોશે કહ્યું કામ સમયસર પૂર્ણ થશે

આ પણ વાંચો : Surat: ક્રિસમસ ઉજવવા હજારો થયા એકઠા, વીડિયો વાયરલ થતા, પોલીસે DJ પાર્ટીના આયોજક સામે નોંધ્યો ગુનો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">