Adani Green: દેશના પ્રથમ હાઈબ્રિડ પ્લાન્ટ તરફ અદાણી ગ્રીનનું પ્રયાણ, જેસલમેરમાં 390 મેગાવોટના પાવર પ્લાન્ટની કરી શરૂઆત

Adani Green: દેશના પ્રથમ હાઈબ્રિડ પ્લાન્ટ તરફ અદાણી ગ્રીનનું  પ્રયાણ, જેસલમેરમાં 390 મેગાવોટના પાવર પ્લાન્ટની કરી શરૂઆત
Adani Green commissioned Hybrid Power Plant In Jaisalmer

અદાણી ગ્રીન એનર્જી લિ.ના (AGEL) મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી  વિનીત જૈને કહ્યું હતું કે ' ગ્રીન એનર્જીની ભારતની વધતી માંગને પહોંચી વળવા માટેની અમારા વ્યવસાયની વ્યુહરચનાનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ એનર્જી એક મહત્વનો ભાગ છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

May 28, 2022 | 7:27 PM

અદાણી(Adani Green) ગ્રીન એનર્જી લિ.ની (AGEL)પેટા કંપની અદાણી હાઇબ્રીડ એનર્જી જૈસલમેર(Jaisalmer)વન લિ.એ (AHEJOL)એ રાજસ્થાનમાં 390 મેગાવોટનો વિન્ડ-સોલાર પાવર પ્લાન્ટ(Wind Solar Power Plant)કાર્યાન્વિત કર્યો છે. જૈસલમેરનો આ પ્લાન્ટ પવન અને ઉર્જા હાઇબ્રિડ વીજ ઉત્પાદન કરનારો ભારતનો સૌ પ્રથમ પ્લાન્ટ છે. સૌર અને પવન ઉર્જા ઉત્પાદન દ્વારા સંકલિત હાઇબ્રિડ પાવર પ્લાન્ટ વીજ ઉત્પાદનના અંતરાયને ઉકેલીને રીન્યુએબલ ઉર્જાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરે છે અને વધતી જતી વીજ માંગને પહોંચી વળવા વધુ ભરોસાપાત્ર ઉકેલ પૂરો પાડે છે.

ભારતના સૌ પ્રથમ વિન્ડ-સોલાર હાઇબ્રીડએનર્જી પ્લાન્ટને કાર્યાન્વિત કરવા અથાક પ્રયાસો કર્યા

અદાણી ગ્રીન એનર્જી લિ.ના મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી  વિનીત જૈને કહ્યું હતું કે ‘ ગ્રીન એનર્જીની ભારતની વધતી માંગને પહોંચી વળવા માટેની અમારા વ્યવસાયની વ્યુહરચનાનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ એનર્જી એક મહત્વનો ભાગ છે.ભારતના ટકાઉ ઉર્જાના લક્ષ્યોની સાથે કદમ મિલાવવા તરફ અમારા હાઇબ્રિડ પ્લાન્ટને કાર્યાન્વિત કરવાનું આ એક વધારાવાદી પગલું છે. અમોને અત્યંત ગૌરવ છે કે અમારી ટીમે ભારતના સૌ પ્રથમ વિન્ડ-સોલાર હાઇબ્રીડએનર્જી પ્લાન્ટને કાર્યાન્વિત કરવા અથાક પ્રયાસો કર્યા છે. અદાણી ગ્રીનમાં આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા પ્રથમ બાંધકામ સુવિધાનો આ પ્રોજેક્ટ એક ભાગ છે.વૈશ્વિક મહામારીએ સર્જેલી અનિશ્ચિતતાઓ વચ્ચે આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો તે પ્રશંસનીય છે.

2030 સુધીમાં 45 ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય

નવા પ્લાન્ટ માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)સાથે પ્રતિ કીલોવોટ રુ.૨.૬૯ના ટેરિફ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ(PPA)થયું છે. જે રાષ્ટ્રીય સ્તરે સરેરાશ પાવર પ્રોક્યોરમેન્ટ કોસ્ટ (APPC)થી ઘણી નીચે તમામને પરવડે તેવી આધુનિક અને સ્વચ્છ ઉર્જા પહોંચાડે છે. આ પ્લાન્ટની સફળ કામગીરી સાથે હવે અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL)હવે 5.8 ગીગાવોટની કાર્યકારી ક્ષમતા ધરાવે છે. પરિણામે અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL)ના 20.4 ગીગાવોટના કુલ રિન્યુએબલ પોર્ટફોલિયોને 2030 સુધીમાં 45 ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાના તેની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ દ્વારા ઉદ્યોગને દોરતી કામગીરીને પૂરી પાડવામાં નિમિત્ત બનશે

ભારતમાં વિવિધ સ્થળોએ ફેલાયેલા અદાણી સમૂહના એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર (ENOC) પ્લેટફોર્મે સમગ્ર રિન્યુએબલ પોર્ટફોલિયોના શ્રેષ્ઠ ઓપરેશનલ પ્રદર્શનને હાંસલ કરવામાં અદાણી સમૂહને સતત પ્રદર્શન અને સહાય કરે છે. આ પ્લેટફોર્મ આ નવા કાર્યરત થયેલા પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ દ્વારા ઉદ્યોગને દોરતી કામગીરીને પૂરી પાડવામાં નિમિત્ત બનશે. અદાણી ગ્રીન પર્યાવરણના ધારાધોરણના વિવિધ પાસાઓ SDGs7,9,અને 13 પર લક્ષ્ય કેન્દ્રિત કરીને તમામ UNSDGs માટે સંકલ્પબધ્ધ છે.

અદાણી ગ્રીન એનર્જી લિ. વિષેઃ

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)અદાણીના રિન્યુએબલ પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં ઓપરેટિંગ, નિર્માણ હેઠળ, એવૉર્ડ અને એક્વિઝિશન હેઠળની સંપત્તિઓ ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝનો સમાવેશ થાય છે. કંપની યુટિલિટી-સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ વિકસાવે છે, બનાવે છે, માલિકી ધરાવે છે, સંચાલિત કરે છે અને જાળવે છે… યુએસ સ્થિત થિંક ટેન્ક મેરકોમ કેપિટલે તાજેતરમાં અદાણી જૂથને વૈશ્વિક સોલાર પાવર જનરેશન અસ્ક્યામતોના માલિક નં.૧ તરીકે ગણાવી છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati