Rath Yatra 2021 : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને ફાયર બ્રિગેડનો એક્શન પ્લાન તૈયાર

ફાયર બ્રિગેડના એક્શન પ્લાન પ્રમાણે 9 સ્થળો પર ફાયર બ્રિગેડના 20 વાહનો અને અધિકારીના 4 વાહનો સહિત 24 જેટલા વાહનો અને મ્યુ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના 12 અધિકારી સાથે ફાયર બ્રિગેડનો કુલ 134 જેટલા કર્મચારીઓ બંદોબસ્તમા રહેશે.

Rath Yatra 2021 : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને ફાયર બ્રિગેડનો એક્શન પ્લાન તૈયાર
Ahmedabad Rathyatra (FIle Photo)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 27, 2021 | 2:40 PM

Ahmedabad માં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા( Rathyatra)  નીકળશે કે નહીં તેને લઈને સરકાર દ્વારા હજુ સુધી કોઈ ખુલાસો નથી કરાયો જેને લઈને અસમંજસ હજુ યથાવત છે. પરંતુ આ અસમંજસભરી સ્થિતિ વચ્ચે પણ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ રહી છે. જેથી રથયાત્રાને મંજૂરી મળે તો તે સમયે યોગ્ય વ્યવસ્થા ગોઠવી શકાય. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બંદોબસ્તનો પ્લાન તૈયાર કરી દેવાયો છે.

ફાયર બ્રિગેડનો પણ ખાસ બંદોબસ્ત ગોઠવાશે

અમદાવાદમાં જગતના નાથ એવા જગન્નાથ ભગવાનની 144 મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રા નીકળે અને તેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે તંત્ર સતર્ક બન્યું છે. પોલીસ પેટ્રોલીંગ તો શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમજ સાથે સાથે કોઈ અણ બનાવ ન બને માટે અને આગ લાગવી કે મકાન ઘરાશાયી થવા કે ઝાડ પડવા જેવા બનાવો ન બને અને જો આવા બનાવ બને તો તેને પહોચી વળવા માટે ફાયર બ્રિગેડ નો પણ ખાસ બંદોબસ્ત ગોઠવાશે જેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે,,,

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ફાયર બ્રિગેડના બંદોબસ્તની વાત કરવામા આવે તો જમાલપુર ફાયર સ્ટેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન, રાયપુર ચકલા, સરસપુર મ્યુનિસિપલ સ્કૂલ, પ્રેમ દરવાજા, દરિયાપુર તંબુ ચોકી, દિલ્હી દરવાજા અને શાહપુર પોલીસ ચોકી પર ફાયર બ્રિગેડનો પણ બંદોબસ્ત ગોઠવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એકશન પ્લાન તૈયાર કરી દેવાયો છે.

ફાયર બ્રિગેડના 24 જેટલા વાહનો તૈનાત રહેશે

જે એક્શન પ્લાન પ્રમાણે અલગ અલગ 9 સ્થળો પર ફાયર બ્રિગેડના 20 વાહનો અને અધિકારીના 4 વાહનો સહિત 24 જેટલા વાહનો અને મ્યુ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના 12 અધિકારી સાથે ફાયર બ્રિગેડનો કુલ 134 જેટલા કર્મચારીઓ બંદોબસ્તમા રહેશે. ગત વર્ષે આ જ પ્લાન તૈયાર કરાયો હતો પણ કોરોનાને કારણે રથયાત્રા નીકળી ન હતી. ત્યારે આ વર્ષે આ જ પ્લાન રિપીટ કરવામાં આવ્યો છે.

મહત્વનુ છે કે રથયાત્રા શરૂ થાય ત્યારથી લઈ ને હાલ સુઘીમા થોડા વર્ષ પહેલા ઝાડ અને એક મકાન પડવાની ઘટના બની હતી, જોકે છેલ્લા ચાર વર્ષમા આવી કોઈ ઘટના સામે આવી નથી. પણ આ વર્ષે રથયાત્રા રૂટમાં ભુવા પડવાની સમસ્યા સામે આવી છે જેમાં એએમસીએ ત્વરિત કામગીરી કરી ભુવા પુરી દીધા છે. ત્યારે રથયાત્રા નીકળે તો તે સમયે કોઈ ઘટનાં ન બને તેના પર ફાયર બ્રિગેડ વિભાગ ચાંપતી નજર રાખશે.

ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પૂર્વ તૈયારીના ભાગ રૂપે એક્શન પ્લાન

મહત્વનું છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રામા હજારોની સંખ્યામા ભક્તો જોડાતા હોય છે. જેમને હાલાકી ન પડે અને રંગે ચંગે કોઈ પણ અડચણ વગર રથયાત્રા પુરી થાય તેવા પ્રયાસો તંત્ર દ્રારા કરવામા આવતા હોય છે. પણ જો આ વખતે કોરોના કાળને લઈને મંજૂરી મળવાની શક્યતા ઓછી છે પણ જો મંજૂરી મળે તો કેટલીક સંખ્યા સાથે રથયાત્રા નીકળી શકે છે અને તેવા સંજોગોમાં તમામ પ્રકારનો બંદોબસ્ત હોવો તેટલો જ જરૂરી છે. જેને ધ્યાને રાખી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પૂર્વ તૈયારીના ભાગ રૂપે એક્શન પ્લાન તૈયાર કરી તમામ કર્મચારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી દીધી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">