Ahmedabad: પોલીસ દમન કરાયું હોવાના આક્ષેપ સાથે ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર AAPનો વિરોધ

અમદાવાદના (Ahmedabad) ખાનપુર ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર વિરોધ કરી રહેલા 25થી વધુ AAPની મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 4:18 PM

સુરતમાં (Surat) AAPના કોર્પોરેટરો પર પોલીસ દમન કરાયું હોવાના આરોપ સાથે અમદાવાદમાં (Ahmedabad) આપના કાર્યકરોએ વિરોધ (Protest) નોંધાવ્યો છે. અમદાવાદના ખાનપુર ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર વિરોધ કરી રહેલા 25થી વધુ AAPની મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. મંજૂરી ન લીધી હોવાથી પોલીસે AAPના કાર્યકરો સામે કાર્યવાહી કરી છે. જોકે પોલીસે ખાનપુર આવા માટેના રોડ પર બેરીકેટ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત (Police security) ગોઠવાયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે જુદા જુદા પક્ષ રણનીતિ સાથે મેદાનમાં આવી ગયા છે. ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર વધારી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાના પક્ષને મજબુત બનાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ગઈકાલે સુરત  મનપામાં AAPના કોર્પોરેટરો દ્વારા વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ દમન કરાયો હોવાના આરોપ સાથે આજે અમદાવાદમાં આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. મહિલાઓના ઉગ્ર વિરોધના પગલે 25 મહિલા આપની કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

બીજી તરફ સુરતમાં AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ધીંગાણુ ખેલાયુ હતુ. ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા આવેલા AAPના પ્રદેશ અધ્યક્ષ સહિત કાર્યકર્તાઓને માર મારવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોએ AAPના કાર્યકરોને માર માર્યો હતો. ભાજપ અને આપના કાર્યકરો સામે આવી જતા પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">