IIMમાં વધુ બે સહીત કોરોનાના કુલ 47 કેસ, IIMનુ જુનુ અને નવુ કેમ્પસ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન

અમદાવાદની પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં ગુરૂવારે, કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા છે. કોરોનાના નવા 15 કેસ સહિત છેલ્લાં બે દિવસમાં IIMમા કોરોનાના કુલ ૪૭ કેસ સામે આવ્યા છે.

| Updated on: Apr 02, 2021 | 8:09 AM

અમદાવાદ શહેરમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના રોગચાળાએ માથું ઉંચક્યું છે. રોજે રોજ કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. અમદાવાદની પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં ગુરૂવારે કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા છે. કોરોનાના નવા 15 કેસ સહિત છેલ્લાં બે દિવસમાં કોરોનાના ૪૭ કેસ IIMમાં નોંધાયા છે. IIM કેમ્પસમાં ૧૧૭થી વધુ એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવ રહી છે. જો કે, IIMના સત્તાવાર સૂત્રોનું કહેવુ છે કે, ગુરુવારે IIM કેમ્પસમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા છે. જેમાં એક વિદ્યાર્થી છે અને બીજો કેસ છે તે IIMના સ્ટાફ છે. આમ વિદ્યાર્થી અને સ્ટાફ સહિત બે વ્યક્તિને કોરોના થયો છે. કોરોનાના કેસમાં થઈ રહેલા સતત વધારાને પગલે IIMના જૂના અને નવા કેમ્પસને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, માઈક્રો ક્ન્ટેનમેન્ટ હેઠળ મૂક્યા છે.

સૌથી ચોકાવનારી વિગત તો એવી છે કે,  IIMના વિદ્યાર્થીઓને કોરોના થયો હોવા છતાં, પરિક્ષાને કારણે બેસવા નહી દેવાય તેવા ભયને કારણે કોરોના પોઝીટીવ વિદ્યાર્થીઓએ પોતે કોરોના પોઝીટીવ છે તે વાત અન્યોથી છુપાવી રાખી અને પરીક્ષા આપી. આવા વિદ્યાર્થીઓ, તેમના જ મિત્ર વર્તુળ માટે કોરોનાના સુપર સ્પ્રેડર સાબિત થયા અને લોકોને કોરોનાથી સંક્રમિત કર્યા.  આવા ‘સુપર સ્પ્રેડર’ વિદ્યાર્થીઓને કારણે જ અમદાવાદની પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થા IIMમાં કોરોના વિસ્ફોટ થયો હતો. IIMમાં કોરોના રોગચાળો વધુને વધુ વકરી રહ્યો છે અને દરરોજ વધુને વધુ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર સહિત સ્ટાફ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. કોરોનાનો રોગચાળો વકરવાને પગલે IIMમાં ફફડાટ ફેલાયો છે.

ગયા મંગળવાર સુધીમાં IIMમાં પ્રોફેસર્સ અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સહિત ૭૦ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. AMCના આરોગ્ય વિભાગ દ્વારા IIM કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં રહીશોને RT PCR ટેસ્ટ કરાઈ રહ્યા છે અને કોરોનાને વધુ વકરતો અટકાવવા માટે સાવચેતી અને અગમચેતીરૂપે IIM કેમ્પસની બહાર ગયેલાઓને ટેસ્ટ કર્યા વિના પ્રવેશવા દેવામાં આવતા નથી, તેમજ કેમ્પસની બહાર નિકળવાનું ટાળવા, સામાજીક અંતર જાળવવા સહિતના પગલાં દ્વારા સાવચેતી અને સલામતીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">