અમદાવાદમાં વેપારીને ડેટિંગ એપ પર મિત્રતા ભારે પડી , યુવતિએ હનીટ્રેપનો શિકાર બનાવી લાખો પડાવ્યા

Honeytrap: અમદાવાદમાં વધુ એક વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે જેમા અતિ સુંદર દેખાતી યુવતિએ ડેટિંગ એપ પર વેપારી સાથે મિત્રતા કરી ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યા હતા અને બાદમાં બળાત્કારની ધમકી આપી મોટી રકમની માગ કરી હતી.

અમદાવાદમાં વેપારીને ડેટિંગ એપ પર મિત્રતા ભારે પડી , યુવતિએ હનીટ્રેપનો શિકાર બનાવી લાખો પડાવ્યા
હનીટ્રેપમાં ફસાવનાર આરોપી
Mihir Soni

| Edited By: Mina Pandya

Aug 05, 2022 | 7:44 PM

અમદાવાદ(Ahmedabad)માં એક વેપારીને ડેટિંગ એપ (Dating Aap) પર યુવતિ સાથે મિત્રતા કરવાનુ ભારે પડ્યુ છે. અતિ સ્વરૂપવાન દેખાતી યુવતિએ સોશિયલ મીડિયામાં ડેટિંગ એપ પર વેપારીને મેસેજ મોકલ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી જેમા બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપલે કરી હતી અને તેમની વચ્ચે વાતોનો દૌર શરૂ થયો હતો. સમગ્ર ઘટનાની વિગત અનુસાર આંબાવાડી વિસ્તારમાં રહેતા અને અસારવા ઈદગાહ સર્કલ પાસે વેપાર કરતા વેપારી (Merchant)ને તેમના મોબાઈલ ફોન પર 20 દિવસ પહેલા ક્વેક ક્વેક નામની એપ્લિકેશનમાં કવિતા નામની યુવતિનો મેસેજ આવ્યો હતો. અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી.

તેમની વાતચીત દરમિયાન યુવતિએ તેના ઘરનું લોકેશન મોકલ્યુ હતુ અને વેપારીને ઘરે બોલાવ્યા હતા અને વેપારી ત્યા ગયા હતા. ત્યારબાદ 28મી જૂલાઈએ યુવતિએ ફરી વેપારીને મેસેજ કરી પતિ સુરત ગયા છે તેવુ કહીને ઘરે બોલાવ્યા હતા. 29મી જૂલાઈએ વેપારી યુવતિના ઘરે ગયા હતા ત્યારે તે બંનેએ અંગત પળો માણી હતી. આ દરમિયાન અચાનક એક વ્યક્તિએ ઘરમાં આવી જઈ વેપારી સાથે મારઝૂડ કરી હતી અને તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

વેપારીનો ફોન ઝૂંટવી લઈ માર માર્યો અને 5 લાખ રૂપિયાની માગ કરી

મારઝૂડ કરનાર વ્યક્તિ પ્લાનિંગ મુજબ અગાઉથી જ ઘરમાં છુપાયેલો હતો અને પ્લાન મુજબ હનીટ્રેપમાં અન્ય વ્યક્તિ પણ ઘરમાં આવી ગયો હતો. અગાઉ આવેલા વ્યક્તિએ પોતાની ઓળખ વકીલ તરીકેની આપી હતી. જેનુ નામ રમેશ સુથાર હતુ. બંને લોકોએ મળીને વેપારીને માર મારી તેનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો અને રમેશ નામના વ્યક્તિએ વેપારીને 5 લાખ રૂપિયા આપવાનુ કહ્યુ હતુ અને જો નહીં આપે તો તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ વેપારીએ અત્યારે 5 લાખ રૂપિયા નથી તેવુ કહેતા અંતે 70 હજાર રૂપિયા આપ્યા હતા

જો કે બાદમાં બીજા વ્યક્તિએ 2 લાખ રૂપિયાની માગ કરી હતી જેમા વેપારીએ પોતાના ખાતામાંથી 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. હનીટ્રેપમાં ફસાવનાર યુવતિએ પણ તે સેશન્સ કોર્ટમાં નોકરી કરતી હોવાનુ જણાવ્યુ હતુ. વેપારીએ જે ખાતામાં 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા તે યુવતિના પતિના ખાતામાં જ ટ્રાન્સફર થયા હતા ત્યારે તેનો પતિ પણ આ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

વેપારીને ઈનસ્ટાગ્રામ પર મેસેજ કરી આપતા હતા ધમકી

1લી ઓગષ્ટે ઇન્સ્ટ્રાગ્રામ પર વેપારીને એક મેસેજ આવ્યો હતો જેમાં તું ડર મત તેરા પ્રૂફ મેરે પાસ સેવ હે મેં વકીલ હું તું બાર બાર ક્યુ મુકર રહા હૈ, તેવું જણાવીને ફરિવાર પૈસાની માંગ કરવામાં આવી હતી, જેથી વેપારીએ તે નંબર બ્લોક કરી નાખ્યો હતો. બાદમાં બંને આરોપીઓ ફરીવાર પૈસાની માંગ કરશે તેવા ડરનાં આધારે વેપારીએ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે કવિતા નાયક નામની યુવતી અને રમેશ સુથારની ધરપકડ કરી આ ગુનામાં સામેલ ભાવેશ નામના આરોપીને પકડવા તજવીજ તેજ કરી છે, સાથે આ ટોળકીએ આ રીતે અન્ય કોઈ વેપારીને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati