67માં રેલવે સપ્તાહનું આયોજન કરી 250 કરતા વધુ કર્મચારીઓને તેમની કામગીરીને લઈને સન્માનિત કરાયા

અમદાવાદમાં પાલડી ખાતે ટાગોર હોલમાં 67માં રેલવે સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજ્યો. જેમાં મુખ્ય મહેમાન તરીકે રેલવે drm તરુણ જૈન અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

67માં રેલવે સપ્તાહનું આયોજન કરી 250 કરતા વધુ કર્મચારીઓને તેમની કામગીરીને લઈને સન્માનિત કરાયા
67th Railway Week was organized
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 11, 2022 | 6:37 PM

તાજેતરમાં રેલવે (Railway)  વિભાગે તેની કામગીરીને લઈને મુંબઇ ખાતે શ્રેષ્ઠ એવોર્ડ શિલ્ડ મેળવી છે. તે જ રેલવે વિભાગે તેમના કર્મચારીઓનું સન્માન કરવા 67 માં રેલવે સપ્તાહનું આયોજન કર્યું. જ્યાં 250 કરતા વધુ કર્મચારીઓ (employees) ને રેલવે તેમની કામગીરીને લઈને સન્માનિત કર્યા. અમદાવાદ (Ahmedabad) માં પાલડી ખાતે ટાગોર હોલમાં 67માં રેલવે સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજ્યો. જેમાં મુખ્ય મહેમાન તરીકે રેલવે drm તરુણ જૈન અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યાં રેલવે drm તરુણ જૈન એ 284 કર્મચારીઓને એવોર્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું જેથી તે કર્મચારી વધુ સારી કામગીરી કરે. તેમજ તેમનામાંથી અન્ય કર્મચારીઓ શીખ લઈને વધુસ સારી કામગીરી કરી મુસાફરોને વધુ સારી અને ઝડપી સુવિધા પુરી પાડી શકે.

કઈ કઈ કેટેગેરીમાં મળી શિલ્ડ

રેલવે drm તરુણ જૈન ના જણાવ્યા પ્રમાણે રેલવે વિભાગને અગાઉ 9 એફિસિએનશી શિલ્ડ અને એક મુખ્ય મહત્વની શ્રેષ્ઠ કામગીરીની શિલ્ડ મળી છે. જેમાં કોમર્શિયલ. ઓપરેટિંગ. એન્જીનીયરીંગ. મેકેનિકલ. એનવાયરમેન્ટ. મેનેજમેન્ટ. રાજય ભાષામાં શિલ્ડ મળી અને ઓવર ઓલ શ્રેષ્ઠ શિલ્ડ મળી છે. જે શિલ્ડ કાર્યક્રમમાં પ્રદર્શિત કરાઈ.

કઈ કઈ કેટેગેરીમાં મળ્યા એવોર્ડ

કાર્યક્રમ અંતર્ગત વિવિધ કેટેગરીમાં 284 કર્મચારીઓને સન્માનિત કરાયા. જેમાં 6 ગ્રુપ એવોર્ડમાં 3-3 હજાર રોકડ ઇનામ આપવામાં આવ્યા. તો ભુજ. મણિનગર. ચાંદલોડિયા અને વડનગર સ્ટેશનને બેસ્ટ ક્લીનલીનેશ એવોર્ડ અને રોકડ ઇનામ આપવામાં આવ્યા. અને કર્મચારીઓનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અમદાવાદથી દિલ્હી ટ્રેક પર 110 થી 130 સ્પીડ કરવાનું કામ ચાલુ

આ કાર્યક્રમ અંતર્ગત રેલવે drm એ રેલવે કર્મચારીઓના કામ ને વખાણી રેલવે ની અન્ય સિદ્ધિઓ અને નવી કામગીરીની પણ માહિતી પુરી પાડી. અને જણાવ્યું કે રેલવે વિભાગે કોરોનાના વર્ષમાં રેલવે માટે કઠિન રહ્યો છતાં સારું કામ કરી રેલવેને વિવિધ શિલ્ડ મળી. જેમાં 9 એફિસિએનશી શિલ્ડ મળી. તો રેલવે અમદાવાદ મુંબઈ ટ્રેક પર 130 થી 160 સ્પીડ વધારવાનું કામ કરી રહ્યું છે. તો અમદાવાદથી દિલ્હી ટ્રેક પર 110 થી 130 સ્પીડ કરવાનું કામ ચાલુ હોવાનું પણ જણાવ્યું.

વિદ્યુતિકરણ પર કામ કરી 392 કિલો મીટરનો ટ્રેક બનાવ્યો

સાથે જ રેલવે drm એ વધુમાં જણાવ્યું કે હાલ રેલવે વિદ્યુતિકરણ પર કામ કરી 392 કિલો મીટરનો ટ્રેક બનાવ્યો. જેનાથી 23 ગાડી ડીઝલ માંથી ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈ. જે મોટી સિદ્ધિ છે અને તેનાથી ડીઝલની બચત થશે અને ગ્રીન એનર્જીનો ઉપયોગ થશે. તેમજ રેલવેએ 6 હજાર કરોડની આયાત મેળવી માલ સમાન વહન કરી વેપારીકરણને સપોર્ટ આપવાના લક્ષ્ય તરફ કામ કર્યાનું જણાવી મુસાફરોને સુવિધા આપવાનું કામ રેલવે કરે છે તેમ જણાવ્યું. તેમજ રાજધાની ટ્રેનને લેટેસ્ટ ટ્રેક પર રિપ્લેશ કરવાની વાત કરી મુસાફરોને સારી સુવિધા આપવાની વાત કરી.

ગાંધીનગર સ્ટેશન વર્લ્ડ કલાસ બે સ્ટેશન માંથી એક

એટલું જ નહીં પણ તાજેતરમાં દ્વારા રેલવે દવારા ગાંધીનગર ખાતે બનાવેલ હાઈ કલાસ સ્ટેશન પીએમના હસ્તે ખુલ્લું મુકાયું. જે ગાંધીનગર સ્ટેશન વર્લ્ડ કલાસ બે સ્ટેશન માંથી એક સ્ટેશન હોવાનું પણ રેલવે drm એ જણાવી. આગામી દિવસમાં મુસાફરોને યોગ્ય. સારી અને ઝડપી સુવિધા આપવાના લક્ષ્યાંક તરફ કામ કરતા હોવાનું જણાવ્યું. તેમજ અમદાવાદ કાલુપુર સ્ટેશન કે જે 4 હજાર કરોડના ખર્ચે બનવાનું છે જેનું કન્સલ્ટન્ટ થઈ ગયાનું જણાવી rld કામ કરશે અને તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાની પણ જાહેરાત રેલવે drm એ કરી. એટલે કે કાલુપુર રેલવવા સ્ટેશનની કાયાપલટની કામગીરી જલ્દી થી શરૂ થાય તો નવાઈ અને ત્યારે મુસાફરો થોડી હાલાકી પણ વેઠવા તૈયાર રહેવું પડશે. જેથી આગામી દિવસમાં તેઓને એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું રેલવે સ્ટેશન મળી રહે.

એવોર્ડ કેટેગરી

  • રેલવેને 13 શિલ્ડ મળી છે. જેમાં સર્વશ્રેષ્ઠ કોલોની 2 શિલ્ડ, સર્વશ્રેષ્ઠ સ્ટેશન 2 શિલ્ડ, સર્વશ્રેષ્ઠ યાર્ડ, સર્વશ્રેષ્ઠ ચલ કક્ષ, સર્વશ્રેષ્ઠ કોચિંગ ડેપો, સર્વશ્રેષ્ઠ વેગન ડેપો, સર્વશ્રેષ્ઠ કરશન વિતરણ ડેપો, સર્વશ્રેષ્ઠ પાવર ડેપો, સિગ્નલ અને દૂર સંચાર , બેસ્ટ પ્રદર્શન કારમીક અને બેસ્ટ પ્રદર્શન વાણિજ્યનો સમાવેશ થાય છે.
  • ગ્રુપ એવોર્ડમાં બેસ્ટ મેઇન્ટેન્ડ પી વે. સેક્શન, બેસ્ટ કરું લોબી, બેસ્ટ મેઇન્ટેન્ડ art/arme, બેસ્ટ ti સેક્શન, બેસ્ટ મેઇન્ટેન્ડ સેક્શન S&T અને બેસ્ટ rpf પોસ્ટ એમ 6 વિભાગમાં 3 હજાર કેસ ના એવોર્ડ દરેકને આપવામાં આવ્યા
  • ક્લીનલીનેશમાં ભુજ. મણિનગર. ચાંદલોડિયા અને વડનગરને બેસ્ટ ક્લીનલીનેશ નો એવોર્ડ અપાયો.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">