પાકિસ્તાનથી(Pakistan) ઘુસાડવામાં આવેલ 120 કિલો હેરોઇનના(Heroin) કેસમાં ગુજરાત (Gujarat) એટીએસ (ATS) વધુ ચાર આરોપીની ધરપકડ કરી છે. આ ચાર આરોપી પૈકી એક નાઇઝેરીયનની ધરપકડ પણ કરી છે. જેમાં ચારેય આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અત્યાર સુધી આ કેસમાં ચાર આરોપી સાથે 11 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના નાવદ્રા ગામેથી 120 કરોડની કિંમતનું વધુ 24 કિલો હીરોઇન ઝડપાયું છે. ગુજરાત ATSએ હેરોઈન સાથે વધુ 3 લોકોની ધરપકડ પણ કરી હતી. ATSની તપાસમાં સામે આવ્યું છે કે, પંજાબની ફરિદકોટ જેલમાં બંધ ભૂષણ શર્મા ઉર્ફે ભોલો શૂટર નામનો શખ્સ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો.
ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર સામે અનેક રાજ્યોમાં ખંડણી અને હત્યાના કેસ નોંધાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. મોરબીના ઝિંઝુડામાંથી ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આરોપીએ નાવદ્રામાં ડ્રગ્સ છૂપાવાયું હોવાનું કબૂલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડનું ડ્રગ્સ પકડવાનું ગુજરાત ATSએ મોટી સફળતા હાંસલ કરી હતી. ત્યારે ગુજરાત ATSના ડીઆઈજી હિમાન્શુ શુક્લાએ દાવો કર્યો છે કે છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાનના નાર્કોટિક્સ કાર્ટલ દ્વારા ગુજરાતને નિશાન બનાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.
પરંતુ અત્યાર સુધી જેટલા પ્રયત્નો થયા છે તે તમામ નિષ્ફળ બનાવી દેવાયા છે.. અને ભવિષ્યમાં પણ આવા પ્રયત્નો કરાશે તો પાકિસ્તાનને સફળતા નહીં મળે ટ્રાન્ઝિટ રૂટ તરીકે ગુજરાતનો ઉપયોગ કરાય છે.. પરંતુ ગુજરાત પોલીસ અને કેન્દ્રની એજન્સીઓ સજ્જ છે.
આ પણ વાંચો : કચ્છમાં નર્મદાની પાઇપ લાઈનમાં ભંગાણ પડતાં પાણીના ફુવારા ઉડયા, જુઓ વિડીયો
આ પણ વાંચો : ગુજરાતમાં કમોસમી વરસાદે સુરેન્દ્રનગરના અગરિયાઓની હાલત કફોડી બનાવી