અમદાવાદ ડિવિઝનની 11 ડેમુ /મેમુ પેસેન્જર ટ્રેનો ફરીથી થઈ દોડતી

પશ્ચિમ રેલવે  (Westrn railway) દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ  ડિવિઝનની ભુજ - પાલનપુર એક્સપ્રેસ, (Bhuj -palanpur express) અમદાવાદ-એકતા નગર જનશતાબ્દી એક્સપ્રેસ સહિત 11 મેમુ/ડેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેનો આગામી સૂચના સુધી દરરોજ દોડશે. જેની વિગતો આ મુજબ છે.

અમદાવાદ ડિવિઝનની 11 ડેમુ /મેમુ પેસેન્જર ટ્રેનો ફરીથી થઈ દોડતી
11 DEMU / MEMU passenger trains of Ahmedabad Division will run again
Darshal Raval

| Edited By: Manasi Upadhyay

Aug 01, 2022 | 10:19 PM

પશ્ચિમ રેલવે (Westrn railway) દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનની ભુજ – પાલનપુર એક્સપ્રેસ, (Bhuj -palanpur express) અમદાવાદ-એકતા નગર જનશતાબ્દી એક્સપ્રેસ સહિત 11 મેમુ/ડેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેનો આગામી સૂચના સુધી દરરોજ દોડશે. જેની વિગતો આ મુજબ છે.

 1. ટ્રેન નંબર 20949/20948 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ- 05 ઓગસ્ટથી ટ્રેન નંબર 20949 અમદાવાદ – એકતા નગર એક્સપ્રેસ અમદાવાદથી 15:20 કલાકે ઉપડશે અને 18:20 કલાકે એકતાનગર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 20948 એકતાનગર – અમદાવાદ એક્સપ્રેસ 05 ઓગસ્ટથી એકતાનગરથી 11:15 કલાકે ઉપડશે અને 14:05 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં માત્ર વડોદરા સ્ટેશન પર જ ઉભી રહેશે.
 2. ટ્રેન નંબર 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ – 05મી ઓગસ્ટથી ટ્રેન નંબર 20928 ભુજ – પાલનપુર એક્સપ્રેસ ભુજથી 11:05 કલાકે ઉપડશે અને 17:35 કલાકે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે  06 ઓગસ્ટથી ટ્રેન નંબર 20927 પાલનપુર-ભુજ એક્સપ્રેસ પાલનપુરથી 13:10 કલાકે ઉપડશે અને 19:40 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ડીસા, ભીલડી, દિયોદર, રાધનપુર, સાંતલપુર, આડેસર, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં એક કોચ એસી ચેર કાર (આરક્ષિત) અને 10 સામાન્ય વર્ગના બિનઆરક્ષિત કોચ હશે.
 3. 05 ઓગસ્ટથી ટ્રેન નંબર 09311 (ઓરિજિનલ ટ્રેન 69101) વડોદરા જં. – અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સવારે 07:15 વાગ્યે વડોદરા જંક્શનથી ઉપડીને અમદાવાદથી 10:10 કલાકે અમદાવાદ જંકશન પહોંચશે.માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
 4. 16મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09327 (ઓરિજિનલ ટ્રેન 69107) વડોદરા જં. – અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 20:20  કલાકે વડોદરા જં. થી ઉપડીને 00:05 કલાકે અમદાવાદ જંક્શન પહોંચશે. માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
 5. 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09328 (ઓરિજિનલ ટ્રેન 69108) અમદાવાદ જં. – વડોદરા જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સવારે  08:05 વાગે અમદાવાદ જં. થી ઉપડીને 11:15 કલાકે વડોદરા જં. પહોંચશે.માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
 6. 17મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09274 (ઓરિજિનલ ટ્રેન 69116) અમદાવાદ જં. – આણંદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 23:45 કલાકે અમદાવાદ જં. થી ઉપડીને 01:25 કલાકે આણંદ જંક્શન પહોંચશે. માર્ગમાં આ ટ્રેન માત્ર મણિનગર સ્ટેશન પર જ ઉભી રહેશે
 7. 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09399 (ઓરિજિનલ ટ્રેન 69129) આણંદ જં. – અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સવારે 05:55 વાગ્યે આણંદ જંક્શનથી ઉપડીને  07:45 વાગ્યે અમદાવાદ જંક્શન પહોંચશે.માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
 8. 05 ઓગસ્ટથી ટ્રેન નંબર 09400 (ઓરિજિનલ ટ્રેન 69130) અમદાવાદ જં. – આણંદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 19:10 કલાકે અમદાવાદ જં.થી ઉપડીને  20:55 કલાકે આણંદ જં.પહોંચશે. માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
 9. 07 ઓગસ્ટથી ટ્રેન નંબર 09275 (ઓરિજિનલ ટ્રેન 69191) આણંદ જં. – ગાંધીનગર કેપિટલ મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ  18:10 કલાકે આણંદ જં.થી ઉપડશે અને 21:00 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે. આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
 10. 08 ઓગસ્ટથી ટ્રેન નંબર 09276 (ઓરિજિનલ ટ્રેન 69192) ગાંધીનગર કેપિટલ – આણંદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સવારે 07:20 વાગ્યે ગાંધીનગર કેપિટલથી ઉપડશે અને 10:55 વાગ્યે આણંદ જંક્શન પહોંચશે. આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
 11.  03 ઓગસ્ટથી ટ્રેન નંબર 09369 (ઓરિજિનલ ટ્રેન 79435) સાબરમતી – પાટણ ડેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સવારે 09:15 કલાકે સાબરમતીથી ઉપડશે અને 11:35 કલાકે પાટણ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન ચાંદખેડા રોડ, ખોડિયાર, કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલિયાસણ, મહેસાણા, ધિણોજ, શેલાવી, રણુંજ અને સાંખાઈ સ્ટેશનો પર ઉભી રહેશે.
 12.  ટ્રેન નંબર 09370 (ઓરિજિનલ ટ્રેન 79436) પાટણ – સાબરમતી ડેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 12:10 કલાકે પાટણથી ઉપડશે અને 14:35 કલાકે સાબરમતી પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન ચાંદખેડા રોડ, ખોડિયાર, કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલિયાસણ, મહેસાણા, ધિણોજ, શેલાવી, રણુંજ અને સાંખાઈ સ્ટેશનો પર ઉભી રહેશે.
 13. 05મી ઓગસ્ટથી, ટ્રેન નં. 19405 (ઓરિજિનલ ટ્રેન 59425) પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ પાલનપુરથી18:05 કલાકે ઉપડશે અને 00:50 કલાકે ગાંધીધામ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન ચંડીસર, ડીસા, લોરવાડા, ભીલડી, જસાલી, ધનકવાડા, દિયોદર, મીઠા, ભાભર, દેવાગામ, રાધનપુર, પીપલી, વારાહી, વાઘપુરા, છાનસરા, સાંતલપુર, ગરમાડી, પીપરાલા, લખપત, આડેસર, ભુટકિયા,ભીમાસર, પદમપુર, કિડિયાનગર.,ચિત્રોડ, શિવલખા, લકડિયા, સામખિયાળી, વોંધ, ભચાઉ, ચિરઈ અને ભીમાસર સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એક કોચ એસી ચેર કાર (આરક્ષિત) અને 10 સામાન્ય શ્રેણીના અનરિઝર્વ્ડ કોચ હશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati