VIDEO: અમદાવાદના પાલડી વિકાસગૃહમાંથી યુવતી ગુમ, પોલીસે ગુમ યુવતીની શોધખોળ હાથ ધરી
પાલડી વિકાસગૃહમાંથી સગીરા ભાગી છૂટવાની વધુ એક ઘટના બની છે. જેના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમા સગીરા ભાગતી દેખાય છે. આ અંગે પાલડી વિકાસગૃહ દ્રારા પાલડી પોલીસ સ્ટેશન ખાતે સગીરા ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાની શોધખોળ હાથ ધરી છે. આ પણ વાંચો: VIDEO: સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ભમરાના કરડવાથી એકનું મોત પાલડી […]

પાલડી વિકાસગૃહમાંથી સગીરા ભાગી છૂટવાની વધુ એક ઘટના બની છે. જેના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમા સગીરા ભાગતી દેખાય છે. આ અંગે પાલડી વિકાસગૃહ દ્રારા પાલડી પોલીસ સ્ટેશન ખાતે સગીરા ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો: VIDEO: સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ભમરાના કરડવાથી એકનું મોત
પાલડી વિકાસગૃહ દ્રારા પાલડી પોલીસ સ્ટેશન નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 30 નવેમ્બરે વિકાસગૃહમા સાંજે જયારે પ્રાર્થનામાં સગીરા ન દેખાઈ તો અન્ય લોકોની પુછપરછ કરતા સગીરા કપડા સુકવવા કમ્પાઉન્ડ તરફ ગયાની વિગત મળી હતી, જોકે કમ્પાઉન્ડમાં પણ સગીરા ન મળી આવતાં તેમણે CCTV ચેક કર્યા તો ખ્યાલ આવ્યો કે સગીરા વિકાસગૃહ માંથી ભાગી ગઈ હતી. દરમિયાન વિકાસગૃહના ગૃહમાતાએ સગીરાને કોઈ વ્યક્તિ ભગાડી લઈ ગયાની હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જે અંગે પાલડી પોલીસે CCTV ફુટેજ મેળવીને સગીરાની શોધખોળ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
