અમદાવાદ : કેવી હશે નવી પાર્કિગ પોલિસી ? સરકાર બે અઠવાડિયામાં પાર્કિગ પોલિસીને મંજૂરી આપશે

અમદાવાદમાં ટ્રાફિક જંકશન અને ઝેબ્રા ક્રોસિંગથી પાર્કિંગ સ્પેસ દૂર રાખવા વિચારણા થઇ રહી છે. સ્થાનિક વિસ્તારોમાં ખાલી રહેતા પાર્કિંગ સ્પેસ માટે શેરિંગ વાળા પાર્કિંગ ઉભા કરવા વિચારણા થઇ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 12:46 PM

અમદાવાદ મહાનગર પાલિકાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલી પાર્કિંગ પોલિસીને મહદઅંશે અપનાવીને પોતાની પાર્કિંગ પોલિસી બનાવી છે. રાજ્ય સરકાર આ પાર્કિંગ પોલિસી પર વિચારણા કરીને બે અઠવાડિયામાં તેને મંજૂર કરશે. અમદાવાદમાં જાહેર સ્થળો, મોલ, જાહેર રસ્તાઓ અને રહેણાંક આસપાસના પાર્કિંગ મુદ્દે આ પોલિસીમાં ઘણી બાબતો આવરી લેવાશે. જેમાં ફ્રી પાર્કિંગ અને પેઈડ પાર્કિંગના મુદ્દાઓ પણ આવરી લેવાશે.

આ સાથે જાહેર રસ્તા પર 12 મીટર કે તેથી વધુ પહોળાઈના રોડ પર રસ્તાની એક બાજુ પાર્કિંગ સ્પેસ એલોકેટ કરવાની વિચારણા કરવામાં આવી છે. આ ઉપરાંત, નજીકના વિસ્તારની પાર્કિંગ સ્પેસની માહિતી મળી રહે અને પાર્કિંગ માટેનું એડવાન્સ પેમેન્ટ કરી શકાય એવી એપ કે ટેક્નોલોજી અમલમાં લાવવાની પણ વિચારણા થઇ રહી છે. આ સાથે દિવ્યાંગો અને સિનિયર સિટીઝન્સ માટે 10 ટકા પાર્કિંગ સ્પેસ ખાલી રાખવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં ટ્રાફિક જંકશન અને ઝેબ્રા ક્રોસિંગથી પાર્કિંગ સ્પેસ દૂર રાખવા વિચારણા થઇ રહી છે. સ્થાનિક વિસ્તારોમાં ખાલી રહેતા પાર્કિંગ સ્પેસ માટે શેરિંગ વાળા પાર્કિંગ ઉભા કરવા વિચારણા થઇ રહી છે. આ ઉપરાંત, પાર્કિંગ સ્પેસ માટે વાર્ષિક પરમીટ ઈશ્યુ કરવા માટેની પણ વિચારણા છે. ટુ વહીલર માટે વિસ્તાર પ્રમાણે પ્રતિ કલાક 10થી 15 રૂપિયાનો ચાર્જ વસૂલવા અને ફોર વહીલર માટે 20થી 25 રૂપિયા ચાર્જ વસૂલવાની પણ વિચારણા અને પાર્કિંગ ચાર્જથી ભેગી થયેલી રકમ રસ્તાના રિસરફેસિંગ અને પેચ વર્ક માટે ઉપયોગમાં લેવા પણ વિચારણા કરવામાં આવી રહી છે.. ટ્રાફિક વિભાગના સંકલનમાં ટોઇંગ માટેની એસ.ઓ.પી. બનાવવા પણ વિચારણા થઇ રહી છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">