અમદાવાદ-વાપી વચ્ચે બંધ કરાયેલી ટ્રેન શરૂ કરવા હાઈકોર્ટમાં રીટ, 1 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી

કોવિડને કારણે અમદાવાદથી વાપી વચ્ચે ટ્રેન બંધ કરવામાં આવી હતી. બંધ ટ્રેન ચાલુ કરવા માટે કરાયેલી જાહેર હિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. આગામી પહેલી ફેબ્રઆરીએ વધુ સુનાવણી રાખવામાં આવી છે.

અમદાવાદ-વાપી વચ્ચે બંધ કરાયેલી ટ્રેન શરૂ કરવા હાઈકોર્ટમાં રીટ, 1 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી
અમદાવાદ-વાપી ટ્રેન શરુ કરવા અરજી

કોવિડને કારણે અમદાવાદથી વાપી વચ્ચે બંધ ટ્રેનો બંધ કરવામાં આવી હતી. જેને લઈને કરાયેલી જાહેર હિતની અરજી પર આજે સુનાવણી થઈ હતી. નોકરીએ જનારા લોકોને ટ્રેન બંધ થવાના કારણે મુશ્કેલીઓ પડી રહી છે. અને આ કારણે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. અરજદારે હાઇકોર્ટમાં રજુઆત કરી હતી. કે 8 જેટલી ટ્રેનો બંધ થવાથી 60 હજાર જેટલા નોકરીયાતોને અગવડ પડી રહી છે. જેઓ ઇન્ટ્રા સીટી અને ઇન્ટરસીટી ટ્રેનથી રોજે અપ ડાઉન કરે છે.

ઓગસ્ટ મહિનાથી કોરોનાને કારણે આ 8 ટ્રેનો બંધ કરવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યોમાં આ ટ્રેનો શરૂ કરી દેવાઈ છે, ત્યારે ગુજરાતમાં હજી આ ટ્રેનો શરૂ થઈ નથી. તો સામે સરકાર તરફથી હાઇકોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે આજે પણ 33 ટ્રેન ચાલી રહી છે. જેમાં પાસ હોલ્ડર્સ પણ એમાં પ્રવાસ કરી રહ્યા છે. રેલવે મંત્રાલય આ મામલે કોઇ નિર્ણય કરશે તો એમાં રાજ્ય સરકારને કોઈ જ વાંધો નથી. ત્યારે હાઇકોર્ટે આ મામલે રેલવે વિભાગને જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે..

 

Click on your DTH Provider to Add TV9 Gujarati