અમદાવાદના નારોલમાં હિટ એન્ડ રનની ઘટના, લવ અને કુશ નામના બે ભાઈઓના ઘટનાસ્થળે જ મોત

અમદાવાદના નારોલમાં હિટ એન્ડ રનની ઘટના, લવ અને કુશ નામના બે ભાઈઓના ઘટનાસ્થળે જ મોત

રાજ્યમાં રોડ અકસ્માતોની દૂર્ઘટનાઓ સતત વધી રહી છે. એવામાં અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના નારોલ વિસ્તાર પાસે આવેલા ખોડીયાર મંદિર નજીક ગોજારો અકસ્માત સર્જાતા, બે જોડિયા ભાઈનું ઘટના સ્થળ પર જ મોત થયું હતુ. મહત્વનું છે કે 10 વર્ષના બંને ભાઈ લવ અને કુશ જે માર્ગ પરથી પસાર […]

TV9 Webdesk11

|

Oct 09, 2019 | 6:00 PM

રાજ્યમાં રોડ અકસ્માતોની દૂર્ઘટનાઓ સતત વધી રહી છે. એવામાં અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના નારોલ વિસ્તાર પાસે આવેલા ખોડીયાર મંદિર નજીક ગોજારો અકસ્માત સર્જાતા, બે જોડિયા ભાઈનું ઘટના સ્થળ પર જ મોત થયું હતુ. મહત્વનું છે કે 10 વર્ષના બંને ભાઈ લવ અને કુશ જે માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા.

આ પણ વાંચો: કેવી દારૂબંધી? ગુજરાતમાં દારૂની પરમિટની સંખ્યા વધી, 5 વર્ષમાં 2644થી વધીને 4078 થઈ

તે માર્ગ પર એક બાઈક સવાર ફૂલ સ્પિડે આવી રહ્યો હતો અને બંને બાળકોને કચડીને ફરાર થઈ ગયો હતો. હાલ બંને બાળકોના મોત થતા પરિવારમાં માતમનો માહોલ ફેલાયો છે. તો સ્થાનિક પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati