અમદાવાદમાં રખડતું જીવન જીવતા 7 બાળકોને ટ્રાફિક પોલીસના જવાનોએ શાળાપ્રવેશ કરાવ્યો

પોલીસનું કામ ગુના પર અકુંશ લગાવવાનું અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા સહિત લોકોની સુરક્ષાનું છે. સામાન્ય રીતે પોલીસની ફરજમાં તો આવી બાબતો હોય પરંતુ હવે અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસે એક નવું બીડું ઝડપ્યું છે. ફૂટપાથ પર રહેતા પરિવારોના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવા સાથે કારકિર્દીના ઉંબરે ચઢાવવાનું કામ હાથમાં લીધું છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ […]

અમદાવાદમાં રખડતું જીવન જીવતા 7 બાળકોને ટ્રાફિક પોલીસના જવાનોએ શાળાપ્રવેશ કરાવ્યો
yunus.gazi

| Edited By: TV9 Webdesk12

Feb 02, 2020 | 1:37 PM

પોલીસનું કામ ગુના પર અકુંશ લગાવવાનું અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા સહિત લોકોની સુરક્ષાનું છે. સામાન્ય રીતે પોલીસની ફરજમાં તો આવી બાબતો હોય પરંતુ હવે અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસે એક નવું બીડું ઝડપ્યું છે. ફૂટપાથ પર રહેતા પરિવારોના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવા સાથે કારકિર્દીના ઉંબરે ચઢાવવાનું કામ હાથમાં લીધું છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સાત જેટલા બાળકોને શાળાના પગથિયે ચડાવી દીધા છે.

આ પણ વાંચોઃ કુપોષણને નાથવાના પ્રયત્ન કરતી ગુજરાત સરકાર નિષ્ફળ! સુરતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો

ફૂટપાથ પર ઝૂંપડી બાંધીને રહેતા પરિવારના બાળકો રખડશે નહીં. સિગ્નલ પર અનેક બાળકો નાની મોટી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. તો ફૂટપાથ પર રહેતા પરિવારોના કેટલાક બાળકો કોઈ કામગીરી કરતા નથી. જો તેમને સમયસર શિક્ષણ અને કેળવણી ન મળે તો, આવા બાળકો ભટકી જતાં હોય છે. અને ક્યારેક ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ જતાં હોય છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા બાળકોને શોધીને તેઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના એ-ડિવિઝન પોલીસ મથકના PI પી.બી ખાંમ્બલાએ સાત બાળકોને શોધી કાઢ્યા છે. જેઓ રાખડતું જીવન જીવતા હતા. આ સાત બાળકોને વસ્ત્રાપુર પ્રાથમિક શાળામાં પ્રવેશ કરાવ્યો.

અમદાવાદ ટ્રાફિકના A-ડિવિઝન પોલીસ મથકના પી.બી ખાંમ્બલાએ Tv9 સાથે વાત કરતા જણાવ્યું કે, અંધજન મંડળ પાસેથી આવા 7 બાળકો અમને મળી આવ્યા. જેમના માતા-પિતા આસપાસના વિસ્તારોમાં મજૂરી કરે છે. અને રાત્રે ત્યાં વસવાટ કરે છે. તેઓના સંતાનો ભણતા નથી. આવા બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 7 બાળકો શાળાએ જવા તૈયાર થયા જેઓના પાઠ્યપુસ્તકથી લઈને ગણવેશ સુધીની વ્યવસ્થા ગોઠવી છે.

Traffic policemen enrolled 7 children who were Living a wandering life in Ahmedabad

આંગણવાડીથી લઈને ધોરણ-3 સુધી ચાર બાળકોનો અભ્યાસ શરું થઈ ચૂક્યો છે. જ્યારે અન્ય ત્રણ મોટા બાળકોને તેઓની ઉંમર અને આવડતને આધારે પ્રવેશ આપવા માટે દસ્તાવેજી પ્રક્રિયા ચાલી રહી છે. જે બાળકોનો પ્રવેશ થઈ ગયો છે. તેઓ ગુજરાતી ભાષાથી લઈ વિજ્ઞાન, ગણિત ભૂગોળના પાઠ ભણવા લાગ્યા છે. આ તમામની ઈચ્છા છે કે, તેઓ ઉચ્ચ અભ્યાસ કરી ડૉકટર બની સમાજની અને ગરીબોની સેવા કરેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સડક પર રખડતા રખડતા શાળાએ પહોંચેલા 7 પૈકી 3 બાળકોએ ટીવી નાઈન કરી ખાસ વાતચીત

ગુનો બન્યા પછી ગુનેગારને શોધવાનું અને તેને ઝડપી પાડવાનું કામ તો ફરજ ના ભાગરૂપે કરવાનું હોય છે. પરંતુ અસલ પોલીસની કામગીરી એ છે કે, ગુનો બનતા પહેલા અટકાવવો. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે કાર્ય ઉપાડવામાં આવી રહ્યું છે. તેનાથી બાળકો ગુનાખોરીના માર્ગે જતા અટકશે અને ભવિષ્યમાં ગુના બનતા પણ અટકશે. જો કે, જરૂરી નથી કે, ફૂટપાટ પર રહેતા બાળકોમાં ગુનાખોરી આવી શકે છે. પણ શક્યતાઓને અને ભૂતકાળના ઉદાહરણને ધ્યાનમાં રાખી એક સારા કાર્ય કરવાની પ્રેરણા મળે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના આ પ્રોજેક્ટનું રાજ્યભરની પોલીસ અનુકરણ કરશે તો, રખડતું જીવન જીવતા બાળકો કારકિર્દીના ઊંબરે ચડી સમાજ અને દેશનું નામ રોશન કરતા તેજસ્વી હીરાઓ પુરવાર થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati