Ahmedabad : ટુરિઝમ કંપની દ્વારા સ્પિરિચ્યુલ ટુરની જાહેરાત, વિવિધ ધાર્મિક વિધીઓનો ટુરમાં સમાવેશ

શહેરની પ્રખ્યાત ટુરિઝમ કંપની અક્ષર ટ્રાવેલ્સ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર સ્પિરિચ્યુલ ટુરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વિવિધ ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Ahmedabad : ટુરિઝમ કંપની દ્વારા સ્પિરિચ્યુલ ટુરની જાહેરાત, વિવિધ ધાર્મિક વિધીઓનો ટુરમાં સમાવેશ
Tourism Company Announces Spiritual Tour
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Aug 08, 2021 | 5:48 PM

Ahmedabad : અત્યાર સુધી ફેમિલી ટુર, હનીમૂન ટુર, ગ્રૂપ ટુર તેમજ ઇન્ડસ્ટ્રીયલ ટુર વિશે તો તમે સાંભળ્યું જ હશે પણ પહેલીવાર ગુજરાતમાં સ્પિરિચ્યુલ ટુરની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી ધાર્મિક માન્યતામાં માનનારા શહેરીજનોને આ સ્પિરિચ્યુલ ટુરથી વિવિધ ધાર્મિક વિધિ કરવામાં સરળતા રહેશે.આ સ્પિરિચ્યુલ ટુરમાં વિવિધ વિધિઓ ધાર્મિક સ્થળે કરી શકાય તેવી સુવિધાઓ શહેરીજનોને પુરી પાડવામાં આવશે.

શહેરની પ્રખ્યાત ટુરિઝમ કંપની અક્ષર ટ્રાવેલ્સ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર સ્પિરિચ્યુલ ટુરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વિવિધ ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સિદ્ધપુર, ચાંદોદ, હરિદ્વાર ,ચારધામ જેવા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ખૂબ ઓછા એવા ધાર્મિક સ્થળ છે જ્યાં માતૃતર્પણ અને પિતૃતર્પણની વિધિ થાય છે.

જેમાં પ્રભાસપાટણ પ્રાંચીમાં પિતૃતર્પણ, સિદ્ધપુર માતૃતર્પણ અને સૌરાષ્ટ્રમાં એકમાત્ર રફાળેશ્વર મહાદેવના મંદિર પાસે પિતૃતર્પણ વિધિ કરાવવામાં આવે છે. આ વિધિમાં પવિત્ર ભૂમિ ઉપર ધાર્મિક વિધિ કરીને બ્રહ્મકુંડમાં સ્નાન કર્યા બાદ પારસ પિપળાને એક લોટો જળ ચઢાવીને પિતૃઓના મૌક્ષની સાથે ધન્યતાનો અનુભવ કરે છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

આવા સ્થળોના પ્રખ્યાત બ્રાહ્મણો સાથે અક્ષર ટ્રાવેલ્સ દ્વારા ટાઈઅપ કરવામાં આવ્યું છે. જેથી પિતૃતર્પણ તેમજ માતૃતર્પણ જેવી ધાર્મિક વિધિ કરવા ઇચ્છતા શહેરીજનો આ પેકેજ ના માધ્યમથી સરળતાથી વિધિ પૂર્ણ કરી શકે છે.

સ્પિરિચ્યુલ ટુર ની વાત કરીએ તો સ્પેશિયલ દર્શન પૂજા, શક્તિપીઠ યાત્રા , જ્યોર્તિલિંગ યાત્રા, વૈષ્ણોદેવી યાત્રા, અમરનાથ યાત્રા, તિરુપતિ થી સોમનાથ યાત્રા , હરિદ્વારમાં અસ્થિ વિસર્જન પૂજા, ગયા માં પિંડ દાન પૂજા, ત્રંમ્બકેશ્વર તેમજ ઉજ્જૈનમાં કાલસર્પ પૂજા, સિદ્ધપુરમાં માતૃતર્પણ વિધિ, પ્રભાસપાટણ પ્રાંચીમાં પિતૃતર્પણ વિધિ આ તમામ ધાર્મિક વિધિઓનો સમાવેશ આ સ્પિરિચ્યુલ ટુરમાં કરવામાં આવ્યો છે

આવી વિધિ કરવા ઇચ્છતા વ્યક્તિઓ જ્યારે આવા પ્રખ્યાત સ્થળે ધાર્મિક વિધિ કરવા જાય ત્યારે ઘણીવાર ભીડ હોવાને કારણે તેમની વિધિ પૂર્ણ થઈ શકતી નથી તેમજ કેટલીક વાર વિધિ કરવા માટે કેટલાક લેભાગુ તત્વો દ્વારા વિધિ કરનાર પાસે અલગ અલગ પ્રવૃતિઓના નામે ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે આ પેકેજમાં વિવિધ સ્થળો માટે ફિક્સ ચાર્જ સાથેના પેકેજ નક્કી કરવામાં આવ્યા છે.

જેનાથી ધાર્મિક વિધિ કરાવનાર વ્યક્તિને કોઈપણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો નહિ પડે અને લેભાગુ તત્વો પાસેથી છેતરાવવાનો કોઈ અવકાશ નહિ રહે. સૌથી મહત્વની વાત એ છે કે આ ટુર પેકેજ લેનાર વ્યક્તિઓને વિવિધ ધાર્મિક મંદિરમાં શાંતિપૂર્ણ રીતે દર્શન કરવાથી લઈને વિધિ માટે જરૂર પડતી વિવિધ સામગ્રી પણ પુરી પાડવામાં આવશે જેને કારણે પ્રવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો નહિ કરવો પડે.

કોરોનાકાળમાં દેશના તમામ વેપાર ઉદ્યોગો પ્રભાવિત થયા છે જેમાં સૌથી વધુ પ્રભાવિત થયેલી ઇન્ડસ્ટ્રીમાં ટુરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે હવે કોરોનાનું સંક્રમણ ઓછું થતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવી છે.

ત્યારે અક્ષર ટ્રાવેલ્સના ચેરમેન મનીષ શર્મા માને છે કે કોરોનાકાળમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટું નુકસાન કર્યું છે જેને લઈને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે નવતર પ્રયત્નો કરવા જરૂરી છે જેના ભાગરૂપે જ અક્ષર ટ્રાવેલ્સ દ્વારા સ્પિરિચ્યુલ ટુરની જાહેરાત કરવામાં આવી છે.જેને પ્રાથમિક તબક્કામાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">