AHMEDABAD : એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં થયો ઘટાડો, જાણો કેમ ?

AHMEDABAD : દેશ અને ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેની અસર પ્રવાસન ઉદ્યોગની સાથે ફ્લાઇટના મુસાફરો પર પણ પડી છે. છેલ્લા પાંચ દિવસથી અમદાવાદ શહેરમાં મુસાફરોની સંખ્યામાં ધટાડો નોંધાયો છે.

AHMEDABAD : એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં થયો ઘટાડો, જાણો કેમ ?
Follow Us:
| Updated on: Mar 22, 2021 | 3:32 PM

AHMEDABAD : દેશ અને ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેની અસર પ્રવાસન ઉદ્યોગની સાથે ફ્લાઇટના મુસાફરો પર પણ પડી છે. છેલ્લા પાંચ દિવસથી અમદાવાદ શહેરમાં મુસાફરોની સંખ્યામાં ધટાડો નોંધાયો છે. જેમાં ડોમેસ્ટિક એરપોર્ટમાં અવર-જવર કરતાં મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે.

એરપોર્ટ પર ખાલીખમ નજારો

કોરોનાની સ્થિતિમાં લોકો હવે બહાર જવાનું ટાળી રહ્યાં છે. હાલની સ્થિતિમાં ખૂબ જ અગત્યનું કામ હોય તેવા લોકો જ મુસાફરી કરવાનું પસંદ કરે છે. જેના પગલે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં નજીવા મુસાફરો જઇ રહ્યાં છે. 80 ટકાએ પહોંચેલા પેસેન્જનર લોડ ફેક્ટરનો ગ્રાફ સીધો 50 ટકા પર આવી ગયો છે. બપોરના સમયે તો ટર્મિનલ સાવ ખાલીખમ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. છેલ્લા પાંચ મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો થવાને પગલે લોકોમાં ડર ઓછો થયો હતો. ત્યારે ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યામાં ધીરે-ધીરે વધારો થયો હતો. પરંતુ, ફરી કોરોનાની સ્થિતિને પગલે મુસાફરો ઘટયા છે

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

એરપોર્ટ પર 50 ટકા મુસાફરોનો લોડ ઘટયો

નવેમ્બર બાદ અમદાવાદમાં પેસેન્જર લોડ ફેક્ટર 80થી 85 ટકા પહોંચી ગયો હતો. જેથી ઈન્ડિગો અને સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા અનેક નવા ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરાઇ હતી. પરંતુ કોરોનાના કેસમાં અચાનક વધારો નોંધાતા છેલ્લા પાંચ દિવસથી અમદાવાદના ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોનો લોડ ફેક્ટર 50 ટકા કરતાં પણ ઓછો થયો છે. ગુજરાતથી મહારાષ્ટ્ર-રાજસ્થાન જનારા મુસાફરો માટે ટેસ્ટ ફરજીયાત છે. જેના કારણે મહારાષ્ટ્ર જનારા મુસાફરોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી 16 બસ બંધ

તો અમદાવાદમાં કોરોનાને પગલે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)એ મહત્વનો નિર્ણય કર્યો છે. એસ.ટી નિગમે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી 16 બસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ તમામ બસ રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા દરમિયાન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ચાલતી હતી. જોકે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ગાંધીનગર સુધીની 32 ટ્રીપ કેન્સલ કરાઇ છે. સાથે જો સ્થિતિ વધુ ખરાબ થશે તો અન્ય બસ પણ કેન્સલ કરવામાં આવશે. ત્યારે હવે મુસાફરોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">