Ahmedabad : રસ્તા, પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાને લઇને હાઇકોર્ટેની સરકાર અને કોર્પોરેશનને ટકોર

મુખ્ય સરકારી વકીલે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે કે વાડજ, આર.ટી.ઓ. કારગિલ, ઇસ્કોન બ્રિજ, ઉજાલા સર્કલ, એલિસ બ્રિજ, વિક્ટોરિયા ગાર્ડન, નારોલ સર્કલ, ઈસનપુર, ઘોડાસર, જશોદા નગર અને સિટીએમ ચાર રસ્તા સહિતના જંકશન રસ્તાઓ ઉપર કામગીરી કરવા માટેનું પ્લાનિંગ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 7:29 PM

અમદાવાદમાં રસ્તા, પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાને લઇને હાઇકોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કરી. હાઇકોર્ટ દ્વારા ટ્રાફિકની સમસ્યાં અંગે શું પગલાં લેવામાં આવ્યાં તે બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યા. જેનો કોર્પોરેશના વકીલ તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો છે. રોડ રસ્તાની કામગીરીમાં મટિરિયલની ગુણવત્તા સુધારવા પર કામગીરી કરવામાં આવી રહી છે.

મુખ્ય સરકારી વકીલે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે કે વાડજ, આર.ટી.ઓ. કારગિલ, ઇસ્કોન બ્રિજ, ઉજાલા સર્કલ, એલિસ બ્રિજ, વિક્ટોરિયા ગાર્ડન, નારોલ સર્કલ, ઈસનપુર, ઘોડાસર, જશોદા નગર અને સિટીએમ ચાર રસ્તા સહિતના જંકશન રસ્તાઓ ઉપર કામગીરી કરવા માટેનું પ્લાનિંગ છે. તો મેટ્રો લાઇનની નીચે પાર્કિંગને લઇને હાઇકોર્ટે સરકારી વકીલને સવાલ કર્યો હતો.. જેનો સરકારી વકીલે જવાબ આપ્યો છે કે 68 પાર્કિંગ એરિયા અંગે અમારી તૈયારી છે. હાઇકોર્ટે રસ્તાના નવીની કરણ અને નવા રસ્તાઓ બનાવવા અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. સાથે જ સી.એસ.આઈ.આર.નો રિપોર્ટ પણ રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનિવાણી 15 ડિસેમ્બરના રોજ યોજાશે.

નોંધનીય છેકે આ અગાઉ અમદાવાદના બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર અને પાર્કિંગની સમસ્યા મુદ્દે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર સામે આકરું વલણ દાખવ્યું હતું. સાથે જ હાઈકોર્ટે કોર્પોરેશનને નિર્દેશ આપ્યો હતો કે, માત્ર કાગળ પર કામ ન થાય, રસ્તા પર કામ દેખાવું જોઈએ. અમદાવાદમાં રખડતા ઢોર અને પાર્કિંગ મુદ્દે થયેલી અરજીના તિરસ્કાર બાબતે થયેલ અરજી મામલે કોર્ટે મહત્વની કેટલીક બાબતો નોંધી હતી.

આ પણ વાંચો : VADODARA : મેડિકલ કોલેજની બિલ્ડિંગ પર ચઢ્યો અસ્થિર મગજનો યુવક, જાણો પછી શું થયું ?

Follow Us:
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
g clip-path="url(#clip0_868_265)">