અમદાવાદ : આજે પુષ્ય નક્ષત્રનું શુભ મુહૂર્તમાં ખરીદીનો માહોલ, બજારમાં લોકોની ભીડ ઉમટી

ગુરુ પુષ્ય નક્ષત્ર પર વાહન, સોનું, મકાન, જમીન, આભૂષણો, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, લાકડું, લોખંડનું ફર્નિચર, ખેતી સંબંધિત વસ્તુઓ વગેરે ખરીદવું શુભ માનવામાં આવે છે. આ સાથે આ નક્ષત્ર રોકાણ માટે પણ શુભ ફળ આપનાર માનવામાં આવે છે. આ નક્ષત્રમાં, તમે પરામર્શ કર્યા પછી પોલિસી, મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટ વગેરેમાં પણ મૂડી રોકાણ કરી શકો છો.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Oct 28, 2021 | 12:16 PM

આજના શુભ દિવસની વાત કરીએ. આજે આસો વદ સાતમ છે અને આજે એટલે કે ગુરૂવારે પુષ્યામૃગ યોગ છે. સવારે 9.43થી પ્રારંભ થયેલા આ શુભ યોગમાં સોના-ચાંદી, વાહન ખરીદી, પૂજન માટેના ચોપડાની ખરીદી માટે શ્રેષ્ઠ યોગ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર સવારે 9:41 વાગ્યાથી શરુ થયું. જે આવતીકાલે સવારે 6:31 સુધી રહેશે. 677 વર્ષ બાદ આ શુભ સંયોગ બની રહ્યો છે. દિવાળી પહેલા જ હાલ બજારમાં રોનક અને રોશનીનો ઝગમગાટ છવાયો છે ત્યારે દિવાળી પહેલા જ આવતા આ યોગમાં લોકોને પોતાની પસંદગીની ચીજવસ્તુઓ ખરીદવાનો શ્રેષ્ઠ અવસર મળશે. એવી માન્યતા છે કે દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ ફળદાયી, લાંબા સમય સુધી સ્થાયી અને સમૃદ્ધિ આપનારી હોય છે. ગુરુ-પુષ્ય યોગમાં ઔષધીઓ અને ખાનપાનની વસ્તુઓ ખરીદવી જોઈએ. આ સંયોગમાં શુભ અને નવા કામની શરૂઆત, રોકાણ, સુખ-સુવિધાઓની વસ્તુઓની ખરીદદારી, પ્રોપર્ટી, વાહન, અગ્નિ, શક્તિ-ઊર્જા વધારતી વસ્તુઓ અને સોના તથા તાંબાથી બનેલી વસ્તુઓની ખરીદદારી કરવી ખૂબ જ શુભ રહેશે.

જાણો આજે શું ખરીદી શકશો ?
ગુરુ પુષ્ય નક્ષત્ર પર વાહન, સોનું, મકાન, જમીન, આભૂષણો, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, લાકડું, લોખંડનું ફર્નિચર, ખેતી સંબંધિત વસ્તુઓ વગેરે ખરીદવું શુભ માનવામાં આવે છે. આ સાથે આ નક્ષત્ર રોકાણ માટે પણ શુભ ફળ આપનાર માનવામાં આવે છે. આ નક્ષત્રમાં, તમે પરામર્શ કર્યા પછી પોલિસી, મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટ વગેરેમાં પણ મૂડી રોકાણ કરી શકો છો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati