અમદાવાદ વાસીઓને માથે વધશે બોજ, કોર્પોરેશનની પીપીપી ધોરણે જીમ ચલાવવાની કવાયત

પીપીપી ધોરણે જીમ ચલાવા ઉપરાંત આગામી દિવસોમા જે જીમ છે. તેના દરમા વધારો કરવાનુ આયોજન પણ કરાઇ રહયુ છે. 41 જીમ પૈકી 8 જીમમા વાર્ષીક 150 રુપિયા ફી છે.

અમદાવાદ વાસીઓને માથે વધશે બોજ, કોર્પોરેશનની પીપીપી ધોરણે જીમ ચલાવવાની કવાયત
Ahmedabad residents will be burdened corporation Plan to run gym on PPP basis ( file photo )
Darshal Raval

| Edited By: Chandrakant Kanoja

Aug 18, 2021 | 9:44 PM

અમદાવાદ(Ahmedabad)કોર્પોરેશન સંચાલિત જીમ(Gym)ના દરમા આગામી દિવસમા વધારો થઇ શકે છે. તો નવા તૈયાર થતા જીમને પીપીપી ધોરેણે ચલાવાનુ આયોજન તંત્ર દ્વારા કરવામા આવી રહ્યુ છે. હાલ તો આ મામલે રિક્રિએશન કમિટી (Recreation Committee) માં કામ આવ્યું હતું પણ તે કામ મોકૂફ રખાયું છે.

શહેરીજનોનું સ્વાસ્થય સારું રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા 41 જીમ ચલાવામા આવે છે. 41 જીમ ઉપરાતં તંત્ર દ્વારા ગોતા, થલતેજ, સરખેજ અને નારાણપુરા વિસ્તારમા નવા જીમ તૈયાર થઇ રહ્યા છે. આગામી દિવસમા તેનુ લોકાર્પણ કરવામા આવશે. જોકે આ જીમ તંત્ર પીપીપી ધોરણે ચલાવાનુ વીચારી રહ્યુ છે. ચાર જીમ ઉપરાતં આગામી દિવસોમા નવા બનનાર જીમને પણ તંત્ર પીપીપી ધોરણે ચલાવા માગે છે.

પીપીપી ધોરણને કારણે ફીમા વધારો થશે નવા બનનાર ચાર જીમની ફી એસી માટે 700 અને નોન એસી માટે 500 તેમજ અંગત ટ્રેનર માટે મહીને એક હજાર ફી લેવાની દરખાસ્ત કરવામા આવી છે. પીપીપી ધોરણે પાંચ વર્ષ સુધી જીમ ચલાવાની દરખાસ્ત બુધવારે મળેલી રીક્રીએશન કમીટીમા લાવવામા આવી હતી પરંતુ આ અંગે હજુ નિર્ણય કરી શકાયો નથી. જે આગામી દિવસમાં નિર્ણય લેવાઈ શકે છે.

રિક્રિએશન કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર કોર્પોરેશન દ્વારા 41 જીમ ચલાવવામાં આવે છે. દરેક જીમના સંચાલન માટે મહીને 77 હજાર જેટલો ખર્ચ થાય છે. આ સાથે જીમના સાધનો લાવવામા આવે તો તેનો પણ ખર્ચ થાય છે. જો પીપીપી ધોરણે આ જીમ કરવામા આવે તો સંચાલન ખર્ચ અને સાધનોનો ખર્ચ બચે તેમ છે. આમ જો આગામી દિવસોમા આ દરખાસ્ત મંજુર કરાશે તો વધુ ફી ચુકવવા લોકોએ તૈયાર રહેવુ પડશે.

પીપીપી ધોરણે જીમ ચલાવા ઉપરાંત આગામી દિવસોમા જે જીમ છે. તેના દરમા વધારો કરવાનુ આયોજન પણ કરાઇ રહયુ છે. 41 જીમ પૈકી 8 જીમમા વાર્ષીક 150 રુપિયા ફી છે. તો બાકીના જીમમા મહિને 50ની ફી લેવામા આવે છે. ત્યારે આ ફીમા વધારો કરવાનુ આયોજન કરાઇ રહ્ય છે. અને આગામી દિવસોમા આ વધારો જાહેર કરવામા આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા લોકોને ફિટનેશ માટે મહાનગર પાલિકા જીમમાં સસ્તા દરે સુવિધા મળી રહી છે. તેમજ લોકો પોતાના ફિટનેશ માટે તેમાં આવીને કસરત કરતાં હોય છે. તેવા સમયે જો કોર્પોરેશન દ્વારા આ પ્રકારે પીપીપી ધોરણે જિમ શરૂ કરવામાં આવશે તો તેમાં ઉંચી ફી ચૂકવીને આવનારા લોકોની સંખ્યામાં ઘટાડો થશે અને તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર  પડશે, જેના લીધે કોર્પોરેશન લોકોના ટેક્સના નાણાં દ્વારા આ સુવિધા  પૂરી પાડે છે. તેવા સમયે આ પ્રકારનો ઉતાવળિયો નિર્ણય લોકો માટે  નુકશાનકારક પણ બની શકે છે.

આ પણ વાંચો : Viral Video: આ વ્યક્તિની સ્ટાઈલના આનંદ મહિન્દ્રા પણ થયા દિવાના, જાણો કોણ છે આ વ્યક્તિ?

આ પણ વાંચો :  ગુજરાત BJPના ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી સોંપાઈ, બિહાર BJPના સંગઠન મહામંત્રી બનાવાયા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati