AHMEDABAD : નારોલમાં કબૂતરોના મોતનો સિલસિલો યથાવત, વધુ 20 કબૂતરોના મોત

AHMEDABAD : નારોલમાં ગઇકાલથી શરુ થયેલો કબૂતરોના મોતનો સિલસિલો આજે પણ યથાવત છે.

| Updated on: Feb 04, 2021 | 12:50 PM

AHMEDABAD : નારોલમાં ગઇકાલથી શરુ થયેલો કબૂતરોના મોતનો સિલસિલો આજે પણ યથાવત છે. માત્ર બે દિવસમાં જ 190 કબૂતરના મોતથી ફફડાટ ફેલાયો છે. બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે આટલી મોટી સંખ્યામાં કબૂતરના મોત થતા લોકોમાં ભય ફેલાયો છે. આકૃતિ ટાઉનશિપના ત્રણેય વિભાગ અને મેદાનમાં કુલ 117 જેટલા કબૂતરના મોત થયા છે. તો ધર્મકુંજ રેસિડેન્સીમાં 26, અતિથિ એવન્યુમાં 21, વેદિકા રેસિડેન્સીમાં 26 કબૂતરના મોત થયા છે. એક બાદ એક 190 કબૂતરના મોતથી બર્ડ ફ્લૂ ફેલાવાનો પણ ભય સતાવી રહ્યો છે. હાલ તો કબૂતરના મોત કયા કારણોસર થયા તેને લઈને તપાસ હાથ ધરાઈ છે. તંત્રની ટીમ સાથે એનજીઓના લોકો પણ કામે લાગ્યા છે. બીજી તરફ સેનિટાઈઝેશનની કામગીરી પણ કરાઈ છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">