Ahmedabad Mini Lockdown: શહેરમાં આજથી મીની લોકડાઉનની શરૂઆત, સરકારની આગોતરી જાહેરાત બાદ પણ લોકો ધરાર ધંધાનાં સ્થળે પહોચ્યા

Ahmedabad Mini Lockdown: અમદાવાદમાં વધેલા કોરોનાનાં કેસ વચ્ચે રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઈડ લાઈન પ્રમાણે નીની લોકડાઉનની શૂઆત આજથી થઈ ગઈ છે.

| Updated on: Apr 28, 2021 | 3:49 PM

Ahmedabad Mini Lockdown: અમદાવાદમાં વધેલા કોરોનાનાં કેસ વચ્ચે રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઈડ લાઈન પ્રમાણે મીની લોકડાઉનની શરૂઆત આજથી થઈ ગઈ છે. નવી ગાઈડલાઈન પ્રમાણે જરૂરી આવશ્યક સેવા સિવાય તમામ વસ્તુ બંધ રાખવાની રહેશે. જો કે તેમ છતાં લોકો પોતાના નોકરી કે ધંધાના સ્થળ પર પહોંચ્યા હતા.

સરકારે આગળથી માહિતિ આપી દીધી હોવા છતા કેટલાક લોકોને મીની લોકડાઉન વિશે જાણ હોવા છતાં પહોંચ્યા હતા, તો કેટલાકે જાણ નહીં હોવાનું નિવેદન આપ્યું હતું. વેપારીઓએ રોષ ઠાલવીને ચોક્કસ લોકડાઉન જાહેર કરવા માગ કરી હતી. મીની લોકડાઉન વચ્ચે કેટલાક લોકો દુકાનમાંથી જરૂરી સામાન લઈ જતા જોવા મળ્યા હતા.

રાજ્ય સરકારે આ કડક નિર્ણય લેવો પડ્યો કેમ કે રાજ્યમાં અને શહેરમાં કોરોનાનાં કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા. ગુજરાતમાં કેસ પર નજર નાખીએ તો,

ગુજરાતમાં પાછલા ચાર દિવસથી કોરોના કેસનો આંકડો 14 હજાર 300ની આસપાસ સ્થિર થઈ ગયો છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 14,352 પોઝિટિવ કેસ સામે આવ્યા તો કાળમુખો કોરોના 170 દર્દીઓને ભરખી ગયો. અમદાવાદ શહેરમાં કોરોનાનો મહા વિસ્ફોટ યથાવત રહ્યો. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5569 અને જિલ્લાના 56 મળી 5725 કેસ નોંધાયા અને 26 દર્દીઓને જીવ ગુમાવ્યો.

જ્યારે સુરત શહેર અને જિલ્લામાં 2269 કેસ સામે આવ્યા તો સૌથી વધુ મૃત્યુ સુરત શહેર અને જિલ્લામાં મળી 27નાં થયા. વડોદરા શહેર અને જિલ્લામાં 631 કેસની સાથે જ 14નાં મોત નિપજ્યા તો રાજકોટ શહેર અને જિલ્લામાં 534 દર્દી, 13નાં મૃત્યુ થયા.

મહેસાણામાં 469 અને સુરેન્દ્રનગરમાં 262 પોઝિટિવ કેસ સામે આવ્યા. ગુજરાતમાં એક્ટિવ કેસ 1 લાખ 27 હજારને પાર થઈ ગયા છે તો દર્દીઓના સાજા થવાનો દર પણ સતત ઘટીને 74.37 ટકા થયો છે. રાજ્યમાં 1 લાખ 67 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી.

શહેરોની સ્થિતિનો હાલ 

ગુજરાતમાં અમદાવાદ શહેર જાણે કોરોનાનું સૌથી મોટુ હોટસ્પોટ બન્યું છે. અમદાવાદ શહેરમાં 5669 અને જિલ્લામાં 56 મળીને 5725 કોરોના સંક્રમિત દર્દી નોંધાયા. અમદાવાદ શહેરમાં 26 દર્દીઓએ જીવ ગુમાવ્યો તો બીજી તરફ અમદાવાદ શહેરમાં હવે ધીરે-ધીરે રિકવર થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

અમદાવાદ શહેરમાં 1930 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયા જ્યારે જિલ્લામાં 73 દર્દી સાજા થયા. આમ કોરોના પર કાબુ મેળવવા માટે સરકારે રાજ્યનાં બીજા 29 શહેરમાં પણ નાઈટ કરફ્યું નાખી દીધો છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">