Ahmedabad Metro: મેટ્રો કામગીરીને લઈ શહેરનાં આ વિસ્તારોનાં રૂટ પર અપાયું ડાયવર્ઝન, વાંચો ક્યા બ્રિજ કે રસ્તા રહેશે બંધ

Ahmedabad Metro:  શહેરમાં મેટ્રો પ્રોજેકટ અંતર્ગત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે અને કેટલાક રૂટ પર ડાયવર્ઝન મુકવામાં આવ્યા છે. જીવરાજ બ્રિજના ઉત્તર છેડે તથા દક્ષિણ છેડે બેરીકેડિંગ કરવામાં આવશે અને તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બ્રિજ બંધ રાખવામાં આવશે.

| Updated on: Apr 01, 2021 | 7:25 AM

Ahmedabad Metro:  શહેરમાં મેટ્રો પ્રોજેકટ અંતર્ગત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે અને કેટલાક રૂટ પર ડાયવર્ઝન મુકવામાં આવ્યા છે. જીવરાજ બ્રિજના ઉત્તર છેડે તથા દક્ષિણ છેડે બેરીકેડિંગ કરવામાં આવશે અને તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બ્રિજ બંધ રાખવામાં આવશે.

તો 3 એપ્રિલથી 1 જુલાઈ એટલે કે બે મહિના અને 28 દિવસ માટે ફક્ત રાત્રી દરમિયાન જ શ્રેયસ બ્રિજ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જો કે, અહીં વૈકલ્પિક રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. તો શાહપુર મેટ્રો સ્ટેશનનું બાંધકામ શરૂ કરવામાં આવશે. તે માટે કસ્તુરબા ગાંધી રોડ પર શાહપુર દરવાજા બહાર પોલીસ ચોકીથી મહેંદી કુવા ત્રણ રસ્તા પાસેનો રસ્તો બંધ કરાશે. જો કે, દુકાનદારોના અવર જવર પર પ્રતિબંધ લાગુ નહીં થાય.

ચૂંટણી બાદ ફરી એકવાર મેટ્રોની કામગીરી પુરઝડપે શરૂ થઈ ગઈ છે. અગાઉ ટુકડે ટુકડે ચાલી રહેલા કામ વચ્ચે પીવીઆર સિનેમા પાસે તૈયાર થઈ રહેલા થલતેજ સ્ટેશનની ડિઝાઈનમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેશનનો કોન્કોર એરિયા યથાવત રહેશે જ્યારે ઉપરનું દૂરદર્શન તરફનું પ્લેટફોર્મ 40 મીટર પાછળ કેન્ટી લિવર સ્ટ્રક્ચરના આધારે ખસેડવામાં આવશે. જેથી રૂટને ત્યાંથી વળાંક આપી રોડની વચ્ચેથી પસાર કરવામાં આવશે એટલે કે અગાઉના રૂટથી જમણી બાજુ શિફ્ટ કરવામાં આવશે. નવી ડિઝાઈન મુજબ રોડ પર આવતા 6 મકાનોમાં કુલ 4 સ્ક્વેર મીટર જમીનનું સંપાદન કરવામાં આવશે.

નવી ડિઝાઈન મુજબ હવે મેટ્રો પિલર હાલના 12 મીટર પહોળા રોડની વચ્ચેથી પસાર થઈ થલતેજ ગામ સ્ટેશન સુધી જશે. નવી ડિઝાઈન મુજબ હવે કોઈ પણ મકાન કપાતમાં નહીં જાય. જો કે રોડ પર આવતા 6 જેટલા મકાનોનો નજીવો હિસ્સો જ દબાણમાં આવતાં તે દૂર કરવામાં આવશે. મકાનો તૂટતાં રોકવા માટે મેટ્રો રૂટની ડિઝાઈનમાં ફેરફારનો આ પ્રથમ કિસ્સો છે. જોકે સ્થાનિકોનો મત છે કે રૂટ ફેરવવાનો નિર્ણય તો સારો જ છે પણ કપાતમાં શું જશે તેની હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

સૌ જાણે છે એમ કપાતમાં જતા 350 મકાન માલિકોએ જંત્રીના બદલે સમાન વળતર માંગતા 5 વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો હતો જેને કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો. જોકે હવે ડિઝાઈમાં ફેરફાર સાથે જ મેટ્રોનો રસ્તો સરળ થઈ ગયો હોવાનું મનાય છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">