અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટના અમલની માગ સાથે GCCIએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો, કહ્યું લારીઓ વાળા પાસે હેલ્થ લાયસન્સ માગવામાં આવે છે
અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટનો અમલ થાય તેવી માગ સાથે GCCIએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. જીસીસીઆઈ દ્વારા લખેલા પત્રમાં રજૂઆત કરાઈ છે કે, નાના ફેરીયા અને લારીવાળાઓએ તંત્ર દ્વારા થતી કનડગતનો સામનો કરવો પડે છે જેથી સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરાય. વર્ષ 2014માં આ એક્ટ આવ્યો હતો જોકે હજુ સુધી અમદાવાદમાં તેને પૂર્ણ રીતે લાગુ […]
અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટનો અમલ થાય તેવી માગ સાથે GCCIએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. જીસીસીઆઈ દ્વારા લખેલા પત્રમાં રજૂઆત કરાઈ છે કે, નાના ફેરીયા અને લારીવાળાઓએ તંત્ર દ્વારા થતી કનડગતનો સામનો કરવો પડે છે જેથી સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરાય. વર્ષ 2014માં આ એક્ટ આવ્યો હતો જોકે હજુ સુધી અમદાવાદમાં તેને પૂર્ણ રીતે લાગુ નથી કરાયો એટલે જે લારીવાળા કોઈ ઉત્પાદન નથી કરતા છતા પણ તેમની પાસે પણ આરોગ્ય વિભાગ હેલ્થ લાયસન્સ માગે છે. પત્રમાં રજૂઆત કરાઈ છે કે, જો મેટ્રો રેલ અને ફ્લાય ઓવર નીચે ખાલી પડેલી જગ્યામાં ઠેકા પદ્ધતિથી લારીવાળાઓને જગ્યા આપવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો