હાલમાં જ મહાનગરમાં મેયરોના નામ પર મ્હોર મારવામાં આવી છે. અમદાવાદમાં(Ahmedabad) આ કિરીટ પરમારને મેયર બનાવવામાં આવ્યા છે. મેયર બન્યા બાદ પ્રથમવાર કિરીટ પરમાર SVP હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. કિરીટ પરમાર સાથે અન્ય પદાધિકારીઓ પણ SVP હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોવાથી મેયરે મુલાકાત લીધી હતી. જ્યા દાખલ દર્દીઓની ખબર અંતર પુછવા સાથે સારવાર બાબતે પૃચ્છા કરી હતી.