Ahmedabad : હોળી-ધૂળેટીમાં રાહદારીઓ પર રંગ ઉડાડયો તો ખેર નથી, પોલીસ કમિશનરનું જાહેરનામું

Ahmedabad : હોળી ધુળેટીમાં રાહદારીઓ પર રંગ ઉડાડ્યો તો ખેર નથી. જીહા આ અંગે શહેર પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અનેક મુદ્દાઓને લઈને હુકમ કરાયા છે અને તે નિયમો નહિ પાળવામાં આવે તો પોલીસ કરશે કડક કાર્યવાહી.

Ahmedabad : હોળી-ધૂળેટીમાં રાહદારીઓ પર રંગ ઉડાડયો તો ખેર નથી, પોલીસ કમિશનરનું જાહેરનામું
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Mar 26, 2021 | 4:25 PM

Ahmedabad : હોળી ધુળેટીમાં રાહદારીઓ પર રંગ ઉડાડ્યો તો ખેર નથી. જીહા આ અંગે શહેર પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અનેક મુદ્દાઓને લઈને હુકમ કરાયા છે અને તે નિયમો નહિ પાળવામાં આવે તો પોલીસ કરશે કડક કાર્યવાહી.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું હોળી-ધૂળેટીને લઇને જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ધુળેટીમાં રાહદારીઓ પર રંગ ઉડાડ્યો તો ખેર નથી. આ મમાલે પોલીસ કાર્યવાહી પણ કરશે. આ માટે અમલવારીને લઇને પોલીસે કમર કસી લીધી છે.

આ જાહેરનામા અન્વયે જાહેરમાં આવતા જતા રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય. ન તો કાદવ કિચડ કે રંગ મિશ્રિત પાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય. પોલીસે ધુળેટીની રજાના દિવસે જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામાં અંતર્ગત હોળી પ્રગટાવવાની છૂટ આપવામાં આવી છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

હોળીની પ્રદક્ષિણ કરવાની સાથે હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકત્રિત ન થાય અને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા માટે પોલીસે સૂચના આપી છે. સાથે જ હોળી માટે પૈસા ન ઉઘરાવવા પણ આદેશ અપાયો છે.

રાજ્યમાં કોરોનાના સંક્રમણની વચ્ચે એક બાજુ સરકારે ધુળેટીની ઊજવણીઓ અને રંગોત્સવના કાર્યક્રમો કરવાની મનાઈ ફરમાવી છે. ત્યારે રાજ્યનાં સૌથી મોટા શહેર અમદાવાદમાં પોલીસે પણ તેનો અમલ કરાવવા માટે કમર કસી લીધી છે. અમદાવાદ શહેરમાં ધુળેટીની ઊજવણી અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેનામાં મુજબ જાહેરમાં આવતા જતા રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય ન તો કાદવ કિચડ કે રંગ મિશ્રિત પાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય. પોલીસે ધુળેટીની રજાના દિવસે જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામાં અંતર્ગત હોળી પ્રગટાવવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ તેની પ્રદક્ષિણા કરવાની સાથે હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકત્રિત ન થાય અને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા માટે પોલીસે જણાવ્યું છે.

હોળી નિમિચે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં 12 ડીસીપી, 15 એસીપી, 175 થી વધુ પીઆઇ, પીએસઆઇ તથા 5500થી વધુ પોલીસકર્મીઓ, 11 એસઆરપી કંપની, 3200 હોમગાર્ડ જવાનો અને આર.એ.એફ ની 2 કંપની તહેનાત રહેશે. સોશ્યલ ગાઈડલાઈનનો ભંગ થશે તો ગુનો નોંધવામાં આવશે.

હોળી ધુળેટી દરમિયાન મુસ્લિમ સમાજનો સબે બારાતનો તહેવાર પણ આવી રહ્યો છે. જેથી કોમી એખાલસ જળવાઈ રહે તે માટે પોલીસે શાંતિ સમિતિની મીટિંગ કરી. અને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

આ જાહેરનામું તારીખ 28મીથી અમલમાં આવશે અને તારીખ 29મી માર્ચને રાત્રે 12.00 વાગ્યા સુધી અમરલમાં રહેશે. દરમિયાન હોળી અને ઘુળેટી દરમિયાન શહેરના માર્ગો પર પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે. પોલીસ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">