Ahmedabadમાં રામોલ અને કાલુપુર પોલીસે શરૂ કરેલા આઈસોલેશન વોર્ડ બંધ, અધુરી વ્યવસ્થાને લઈ પોલીસ કમિશનરે આપ્યા આદેશ, 422 પોલીસે કર્મી સંક્રમિત

Ahmedabadમાં રામોલ અને કાલુપુર પોલીસ (Police) દ્વારા યોગ્ય વ્યવસ્થા વગર શરૂ કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડ (Isolation Wrad) તાત્કાલિક અસરથી બંધ કરી દેવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આદેશ આપ્યો છે. આ આઇસોલેશન વોર્ડમાં 24 કલાક ડોક્ટરની વ્યવસ્થા પણ નહીં હોવાથી તે બંધ કરી દેવા આદેશ આપ્યો છે.

| Updated on: Apr 28, 2021 | 12:16 PM

Ahmedabadમાં રામોલ અને કાલુપુર પોલીસ (Police) દ્વારા યોગ્ય વ્યવસ્થા વગર શરૂ કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડ (Isolation Wrad) તાત્કાલિક અસરથી બંધ કરી દેવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આદેશ આપ્યો છે. આ આઇસોલેશન વોર્ડમાં 24 કલાક ડોક્ટરની વ્યવસ્થા પણ નહીં હોવાથી તે બંધ કરી દેવા આદેશ આપ્યો છે.

પોલીસ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું હોવાની પોલીસ કમિશનરે ગંભીરતાથી નોંધ લઇને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં ફરજ દરમિયાન યોગ્ય તકેદારી રાખવા પોલીસ અધિકારીઓને અને કર્મચારીઓને સૂચના આપી હતી. મહત્વનું છે કે, હાલમાં 422 જેટલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

જણાવવું રહ્યું કે કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલના બેડ હાઉસફુલ થઈ ચૂક્યા છે ત્યારે રામોલ પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એસ દવે દ્વારા ખાસ પહેલ કરાઈ છે. શહેર પોલીસ કમિશનર તરફથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને પોલીસ સ્ટેશનમાં જ લાઈફ સેવિંગ સિસ્ટમ ઉભી કરવાની સૂચના આપવામાં આવી હતી જેના ભાગરૂપે રામોલ પોલીસ સ્ટેશનમાં જ 7 બેડની સુવિધાવાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો.

કોરોનાકાળમાં નિષ્ઠાથી ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે રામોલ પોલીસ સ્ટેશનમાં જ લાઈફ સેવિંગ સપોર્ટવાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. જેથી કોરોનાથી સંક્રમિત થનાર પોલીસકર્મીને તાત્કાલિક સારવાર મળી રહે. જો કે આ સેન્ટર પર 24 કલાક માટે ડોક્ટર હાજર ન રહેવાનાં કારણે તેમજ 422 જેટલા પોલીસ કર્મીઓ કોરોનાથી સંક્રમિત થઈ ગયા હોવાને લઈને પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક નિર્ણય લઈને આ આઈસોલેશન સેન્ટર બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શાહીબાગ પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસ કમિશનર અને અધિકારીઓની મિટિંગ મળી જેમાં પોલીસ કર્મચારીઓને કોરોનાના મુશ્કેલી ભર્યા સંજોગોમાં લોકોના રોષ વચ્ચે કઈ રીતે કામગીરી કરવી તેની સમજ અપાઈ. લોકોને હાલાકી પણ ન પડે અને છતાં નિયમોનું પાલન થાય, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુચનાઓ અપાઈ.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">