અમદાવાદ શહેર પણ કોરોનાના ભરડામાં, એક્ટીવ કેસની સંખ્યા ૧૮૨૮એ પહોંચી

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેવા સમયે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં શનિવારે કોરોનાના નવા રેકોર્ડબ્રેક ૬૪૬ કેસ નોંધાયા હતા અને ચાર લોકોના  મૃત્યુ થયા છે.  જે અત્યાર સુધીના શહેરના સૌથી વધારે કેસ છે. તેમજ અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા પણ ૧૮૨૮ એ પહોંચી છે.

  • tv9 webdesk33
  • Published On - 12:11 PM, 4 Apr 2021
અમદાવાદ શહેર પણ કોરોનાના ભરડામાં, એક્ટીવ કેસની સંખ્યા ૧૮૨૮એ પહોંચી
અમદાવાદ શહેર પણ કોરોનાના ભરડામાં

ગુજરાતમાં Corona ના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેવા સમયે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં શનિવારે કોરોનાના નવા રેકોર્ડબ્રેક ૬૪૬ કેસ નોંધાયા હતા અને ચાર લોકોના  મૃત્યુ થયા છે.  જે અત્યાર સુધીના શહેરના સૌથી વધારે કેસ છે. તેમજ અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા પણ ૧૮૨૮ એ પહોંચી છે. તેમજ અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કોરોનાના લીધે ૨૩૧૦ લોકોનાં મૃત્યુ થયા છે. તેમજ અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૭૦,૨૮૪ એ પહોંચી છે.

અમદાવાદ શહેરમાં Coronaના કેસ વધતાની સાથે જ મહાનગરપાલિકાએ ફરી એક વાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર જાહેર કરવાની શરૂઆત કરી છે. જેમાં શહેરમાં હાલ 269 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટમાં છે. જેમાં બોડકદેવમાં સૌથી વધુ 101 મકાનોમાં રહેતા 390 લોકો તેમજ ગોતામાં 57 મકાનમાં રહેતા 230 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે 17 વિસ્તારોમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં આવતા કન્ટેનમેન્ટમાંથી દૂર કરાયા છે. હાલ શહેરમાં 269 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ છે.

રસીકરણ રજા અને તહેવારના દિવસે પણ ચાલુ

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં Corona સંક્રમણ પર કાબુ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ લોકોને પણ સામાજિક અંતર અને માસ્ક પહેરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં અને અનેક સ્થળોએ કોરોના રસીકરણની ઝુંબેશ શરુ કરવામાં આવી છે, જેમાં રસીકરણને રજા અને તહેવારના દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યું છે.

વોર્ડ વાઈસ કોરોના ટેસ્ટીંગની વ્યવસ્થા

અમદાવાદ શહેરમાં કોરોનાના વધી રહેલા કેસના પગલે મહાનગર પાલિકા દ્વારા વોર્ડ વાઈસ કોરોના ટેસ્ટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પગલે લોકો સેલ્ફ ટેસ્ટીંગ માટે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. તેમજ મોટા ભાગના કોરોના ટેસ્ટીંગ ડોમની બહાર મોટી સંખ્યામાં લોકોની લાઈન લાગી રહી છે.

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેરના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ નાગરિકો પોતાને અને પોતાના પરિવારને કોરોનાથી બચાવવા માટે કોરોના ટેસ્ટીંગની લાંબી લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યો છે. તેમજ આ વખતે કોરોનાથી લોકોએ એક નવા જ પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે.