Ahmedabad: કોરોનાનો ભરડો, છેલ્લા 5 દિવસમાં 44 પોલીસ જવાન થયા સંક્રમિત

Ahmedabad: સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, તે રીતે જ ગુજરાત પોલીસ (Gujarat Police) વિભાગમાં પણ કોરોના વકરી રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસના 14 હજાર કર્મચારીઓને કોરાના વોરિયર્સ તરીકે કોરોનાની રસીના બે ડોઝ આપી દેવાય છે.

Ahmedabad: કોરોનાનો ભરડો, છેલ્લા 5 દિવસમાં 44 પોલીસ જવાન થયા સંક્રમિત
Gujarat Police - File Photo
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 05, 2021 | 10:04 PM

Ahmedabad: સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, તે રીતે જ ગુજરાત પોલીસ (Gujarat Police) વિભાગમાં પણ કોરોના વકરી રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસના 14 હજાર કર્મચારીઓને કોરાના વોરિયર્સ તરીકે કોરોનાની રસીના બે ડોઝ આપી દેવાય છે. જેમાંના 44 જેટલા પોલીસ કર્મી કોરોના સંક્રમિત થયા છે. જો કે તમામ પોલીસ કર્મચારીઓ હોમ આઈસોલેટમાં સારવાર લઈ રહ્યા છે.

કોરોનાની બીજી લહેર પોલીસ માટે બની કહેર શહેર પોલીસમાં ફરજા બજાવતા 14 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા છે. આમ,વેક્સીનેશન પછી પણ પોલીસ તંત્રમાં કોરોના વકરવા લાગતા ચિંતા ઘેરી બની છે. પરંતુ જાણીતા ડૉક્ટરનું કહેવું છે કે વેક્સિનેશન બાદ કોરોનાની ઘાતક અસર જોવા નથી મળતી, જેનાથી વેક્સિન ડોઝ લીધા બાદ કોરોના થાય તો ચિંતા કરવી ન જોઈએ. કારણકે તેનામાં સામાન્ય અસરો જોવા મળે છે. જો કે 44 જેટલા પોલીસ કર્મી કોરોના પોઝિટીવ આવ્યો છે, જે બધા હોમ આઈસોલેટ થયા છે, જેમાં ઝોન-1 ડીસીપી ડો. રવિંન્દ્ર પટેલ પણ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શહેર પોલીસ કર્મીને કોરોનાથી સંક્રમિત અટકાવવા પોલીસ કર્મચારીઓની શિફ્ટમાં પણ ફેરફાર કર્યો છે. સાથે જ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી માટે દવાઓ, માસ્ક, સેનેટાઈઝર, નેબ્યુલાઈઝર મશીન અને ટેલિમેડીકલની સુવિધા ઉપલબ્ધ કરી. ઉલ્લેખનીય છે કે કોરોનામાં અત્યાર સુધીમાં 1,584 જેટલા પોલીસ કર્મી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાં 16 જેટલા પોલીસ કર્મીઓ કોરોનામાં જીવ ગુમાવ્યો. પરતું ફ્રન્ટ લાઈન વોરિયર્સ એવા પોલીસ કર્મી માટે કોરોના સંક્રમિત ન બને તે માટે પોલીસ વિભાગે તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી છે.

Gujarat Corona Update: રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 27 માર્ચે 2,276, 28 માર્ચે 2,270, 29 માર્ચે 2,252, 30 માર્ચે 2,220, 31 માર્ચે 2,360 અને 1 એપ્રિલે 2,410 કેસ 2જી એપ્રિલે 2,640 અને 3જી એપ્રિલે 2,815 અને 4 એપ્રિલે 2,875 નવા કેસ સામે આવ્યાં બાદ 5 માર્ચે કોરોનાના નવા 3 હજારથી વધુ કેસ સામે આવ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં 3,160 કેસ, 15 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 5 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 3,160 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 15 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 7, અમદાવાદમાં 6 અને ભાવનગર તથા વડોદરામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,21,598 થઈ છે.

આ પણ વાંચો: Valsad: ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એક વખત નશીલા કારોબારનો પર્દાફાશ થયો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">