અમદાવાદની હોસ્પિટલના ડૉક્ટરોએ સૌથી વધુ 47 કિલો વજન ધરાવતી ગાંઠ દૂર કરવાનો રેકોર્ડ કર્યો, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યું

સર્જરી પછી ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્ઝમાં દાવો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝની ટીમે એની વિસ્તૃત ચકાસણી કર્યા પછી પ્રયાસ બાદ અભિનંદન અને અંતિમ મંજૂરી આપી છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ સીમાચિહ્ન ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં ‘વિચિત્ર છતાં સત્ય’ કેટેગરી હેઠળ નોંધાયું છે.

અમદાવાદની હોસ્પિટલના ડૉક્ટરોએ સૌથી વધુ 47 કિલો વજન ધરાવતી ગાંઠ દૂર કરવાનો રેકોર્ડ કર્યો, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યું
India Book of Records
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 7:17 PM

અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ્સના ડૉક્ટર્સની ટીમે ભારતમાં સૌથી વધુ વજન ધરાવતી ગાંઠ દૂર કરવાની સર્જરીનો રેકોર્ડ કર્યો છે અને આ સર્જરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે, ટીમે 56 વર્ષની મહિલાના શરીરમાં 47 કિલોગ્રામની ગાંઠ દૂર કરીને તેમને નવજીવન આપ્યું હતું. આ અત્યાર સુધી ભારતમાં સફળતાપૂર્વક દૂર કરાયેલી અંડાશયની બહારની સૌથી મોટી ગાંઠ છે. સરકારી કર્મચારી અને દેવગઢ બારિયાના રહેવાસી આ મહિલા 18 વર્ષથી આ ગાંઠ ધરાવતી હતી.

એપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ચીફ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટોરોલોજિસ્ટ ડૉ. ચિરાગ દેસાઈના નેતૃત્વમાં ચાર સર્જન સહિત આઠ ડૉક્ટરની ટીમે 27 જાન્યુઆરીના રોજ સર્જરી દરમિયાન ગાંઠ ઉપરાંત આશરે 7 કિલોગ્રામ વજન ધરાવતી પેટના દિવાલની પેશીઓ અને વધારાની ત્વચા પણ દૂર કરી હતી. સર્જરી પછી મહિલાનું વજન ઘટીને 49 કિલોગ્રામ થયું હતું. તેઓ ટટ્ટાર ઊભા રહી શકતા ન હોવાથી સર્જરી અગાઉ તેમનું વજન માપી શકાયું નહોતું. ટીમમાં ઓન્કો-સર્જન ડૉ. નીતિન સિંધલ, એનેસ્થેટિસ્ટ ડૉ. અંકિત ચૌહાણ, જનરલ સર્જન ડૉ. સ્વાતિ ઉપાધ્યાય અને ગંભીર સારવારના નિષ્ણાત ડૉ. જય કોઠારી સામેલ હતા.

સર્જરી પછી ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્ઝમાં દાવો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝની ટીમે એની વિસ્તૃત ચકાસણી કર્યા પછી પ્રયાસ બાદ અભિનંદન અને અંતિમ મંજૂરી આપી છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ સીમાચિહ્ન ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં ‘વિચિત્ર છતાં સત્ય’ કેટેગરી હેઠળ નોંધાયું છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ અંગે ડૉ. ચિરાગ દેસાઈએ કહ્યું હતું કે, “આ અતિ જોખમકારક સર્જરી હતી, કારણ કે મહિલાના શરીરના આંતરિક અંગો, જેમ કે યકૃત, હૃદય, ફેંફસા, કિડની અને ગર્ભાશય ખસી ગયા હતા. પેટમાં ગાંઠથી ઊભા થયેલા દબાણથી આવું થયું હતું. સીટી સ્કેન કરવું પણ મુશ્કેલરૂપ હતું, કારણ કે ગાંઠનું કદ સીટી સ્કેનના મશીનના ગેન્ટ્રી કે આધાર માટે અવરોધરૂપ હતું.”

તેમણે ઉમેર્યું હતું કે, “જોકે અમે ખુશ છીએ કે, અમારી સામે આ તમામ અવરોધો હોવા છતાં અમે જટિલ સર્જરી હાથ ધરી શક્યાં છીએ અને દર્દીને નવું જીવન આપી શક્યાં છીએ. આ સર્જરીને પગલે પ્રશંસા અમારી સફળતાની શરૂઆત છે.”

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">