VIDEO: અમદાવાદના આ બ્રિજનું કરવામાં આવશે સમારકામ અને બનાવવામાં આવશે ‘આર્ટ ગેલેરી’

અમદાવાદની ઓળખ ગણાતા ઐતિહાસિક એલિસબ્રિજની મરામતની કામગીરી શરૂ કરવા માટે કોર્પોરેશન દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે જૂનો એલિસબ્રિજ છે તે હાલ બંધ છે. આ બ્રિજ વોકવે માટે શરૂ કરવાનું કોર્પોરેશન વિચારી રહ્યું છે અને સાથે સાથે નાનકડી આર્ટ ગેલેરી પણ ઊભી થાય તેવું આયોજન કરવાનું કોર્પોરેશન વિચારી રહ્યું છે.   Web Stories View […]

VIDEO: અમદાવાદના આ બ્રિજનું કરવામાં આવશે સમારકામ અને બનાવવામાં આવશે 'આર્ટ ગેલેરી'
Follow Us:
| Updated on: Nov 12, 2019 | 6:40 AM

અમદાવાદની ઓળખ ગણાતા ઐતિહાસિક એલિસબ્રિજની મરામતની કામગીરી શરૂ કરવા માટે કોર્પોરેશન દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે જૂનો એલિસબ્રિજ છે તે હાલ બંધ છે. આ બ્રિજ વોકવે માટે શરૂ કરવાનું કોર્પોરેશન વિચારી રહ્યું છે અને સાથે સાથે નાનકડી આર્ટ ગેલેરી પણ ઊભી થાય તેવું આયોજન કરવાનું કોર્પોરેશન વિચારી રહ્યું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ માટે કોર્પોરેશન કન્સલ્ટન્ટની નિમણૂક કરશે અને તેને 71 લાખ રૂપિયાની ફી ચૂકવશે. આ અંગેનું કામ સોમવારે મળેલી રોડ અને બિલ્ડીંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે. કન્સલ્ટન્ટ જે બ્રિજ છે તે બ્રિજનો જુદા જુદા પ્રકારનો ટેસ્ટ કરશે અને કયા કયા કામ કરવા જરૂરી છે તેનો એક રિપોર્ટ કોર્પોરેશનને આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોર્પોરેશન રીપોર્ટને આધારે ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને બ્રિજનુ રીપેરીંગ કામ કરશે, ત્યારે એ બાબત મહત્વની છે કે છેલ્લા કેટલાક વર્ષોથી મરામતની કામગીરી કરવાની વાત કરવામાં આવતી હતી. આખરે હવે તે અંગે કામગીરી શરૂ થશે તેવી આશા દેખાઈ રહી છે. એ બાબત મહત્વની છે કે આશીત વોરા મેયર હતા ત્યારે ભાજપ દ્વારા એલિસબ્રિજ તોડવાની દરખાસ્ત લાવવામાં આવી હતી. જેને લઈને ભારે હોબાળો થયો હતો અને આખરે ભાજપને નિર્ણય રદ કરવાની ફરજ પડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">