Ahmedabad: અમદાવાદીઓ માટે ગુડ ન્યૂઝ, 1200 બેડની સિવિલ હોસ્પિટલ બહાર એક પણ એમ્બ્યુલન્સ નહી

દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ગુજરાતમાં અમદાવાદ (Ahmedabad) કોરોનાનું વુહાન બની રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં જ જોવા મળ્યા છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 08, 2021 | 3:03 PM

દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ગુજરાતમાં અમદાવાદ (Ahmedabad) કોરોનાનું વુહાન બની રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં જ જોવા મળ્યા છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે તો સામે સાજા થનારની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદમાં 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં એક પણ એમ્બ્યુલન્સ જોવા મળી ના હતી. લાંબી કતારોના દ્રશ્યો બાદ આજે એમ્બ્યુલન્સ જોવા ના મળતા રાહતનો શ્વાસ લીધો હતો. 30 મિનિટ સુધી એક પણ એમ્બ્યુલન્સ ન આવતા રાહતનો અનુભવ થયો છે. તો બીજી તરફ સોલા સિવિલમાં પણ દર્દીઓની સંખ્યા ઘટી છે.

આ વચ્ચે અમદાવાદમાં આજે અનેરી રીતે રસીકરણનો પ્રારંભ થયો છે. અમદાવાદ શહેરમાં આજે ડ્રાઈવ થ્રુ રસીકરણનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સવારથી લોકો રસી લેવા માટે લાઈનમાં આવીને ઊભા રહ્યા છે ઘણા લોકો વહેલી સવારે આવીને ઉભા રહ્યા છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રાઈવ થ્રુ રસીકરણનો પ્રારંભ થઇ રહ્યો છે.

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 12,064 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા, તો કોરોનાથી વધુ 119 દર્દીઓને જીવ ગુમાવ્યા.અમદાવાદ શહેરમાં 3744 પોઝિટિવ કેસ સામે આવ્યા અને 17 દર્દીનાં મોત થયા. સુરત શહેરમાં 903 કેસ નોંધાયા અને 8 દર્દીએ જીવ ગુમાવ્યા. વડોદરા શહેરમાં 648 કેસ સામે આવ્યા અને 5 દર્દીનાં મોત થયા.

રાજકોટ શહેરમાં 386 કેસ નોંધાયા અને 7 દર્દીનાં મૃત્યુ થયા. રાજ્યમાં 1 લાખ 46 હજાર એક્ટિવ કેસ છે, જે પૈકી 775 વેન્ટિલેટર સારવાર હેઠળ છે. રાજ્યના જે મહાનગરોએ સૌથી વધુ ચિંતા ઉભી કરી હતી તે અમદાવાદ, સુરત અને રાજકોટમાં સ્થિતિ ધીરે-ધીરે થાળે પડી રહી છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસ કરતા વધારે દર્દીઓ સ્વસ્થ થયા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">