Ahmedabad: લોકો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, અદાણી બાદ ગુજરાત ગેસના CNGના ભાવમાં 2.30 રૂપિયાનો વધારો, જાણો છેલ્લા 40 દિવસમાં લાગ્યો કેટલો ફટકો!

ગુજરાત ગેસે 6 એપ્રિલે સીએનજીના ભાવમાં 6.45 રૂપિયા વધારો કર્યો હતો. ત્યાર બાદ ગુજરાત ગેસે 14 એપ્રિલે 2022માં 79.56 રૂપિયા. 2.58 રૂપિયા વધારો કર્યો હતો હવે ફરી ભાવ વધારો કરી દેતાં છેલ્લા 40 દિવસમાં 11.63 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે.

Ahmedabad: લોકો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, અદાણી બાદ ગુજરાત ગેસના CNGના ભાવમાં 2.30 રૂપિયાનો વધારો, જાણો છેલ્લા 40 દિવસમાં લાગ્યો કેટલો ફટકો!
Gujarat Gas price hike
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 14, 2022 | 3:02 PM

અઠવાડિયાના અંતે ગુજરાત ગેસે CNG અને PNGના ભાવ વધારીને અદાણી ગેસની સરખામણીએ લાવી દીધા છે. ગુજરાત ગેસે CNGના ભાવમાં 2.60 રૂપિયા અને PNGના ભાવમાં 3.91 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. ભાવ વધારાના કારણે વાહનચાલકો પર કમરતોડ ઝટકો લાગ્યો છે. PNGની વાત કરીએ તો જૂનો ભાવ 44.14 રૂપિયા SCM હતા જે વધીને 48.05 રૂપિયા થઈ ગયો છે. જ્યારે MMBTUનો ભાવ 1417 રૂપિયા થઈ ગયો છે. બીજીતરફ ગુજરાત ગેસના સીએનજીનો ભાવ 82.16 રૂપિયા થઈ ગયો છે. જ્યારે અદાણી ગેસના સીએનજીનો ભાવ 82.59 રૂપિયા ચાલી રહ્યો છે. બંને ગેસ કંપનીઓ વચ્ચે જાણે ભાવ વધારાની હોડ જામી હોય તેમ બેફામ રીતે ભાવ વધારી રહી છે. જેની અસર સીધી વાહનચાલકોના ખિસ્સા પર પડી રહી છે.

કોરોના બાદ 2022 નવું વર્ષ આવતા લોકોને આશા હતી કે 2022 વર્ષ તેમના માટે કંઈક નવું લઈને આવશે. અને ખાસ મોંઘવારી ઘટશે. જોકે લોકોની આશા પર પાણી ફરી વળ્યું. કેમ કે 2022 ની શરૂઆત થતા મોંઘવારી દૂર થવાની વાત તો દૂર પર દરેક ક્ષેત્રર મોંઘવારીએ માઝા મૂકી છે. તે પછી ઇંધણ હોય. CNG હોય. ખાદ્ય તેલ. શાકભાજી. કપડાં દરેક ક્ષેત્રે ભાવ વધ્યા છે. તો તાજેતરમાં વીજળીના ભાવમાં પણ કેટલાક પૈસાનો વધારો ઝીંકી દેવાયો છે.

એટલું જ નહીં પણ પેટ્રોલ ડીઝલ ની ઓરમાં લોકો CNG નો બહોળો ઉપયોગ કરતા હતા. તે CNG માં અદાણી CNG માં સતત ભાવ વધારો થતો હતો. જેના કારણે અદાણી CNG નો ભાવ 82.50 રૂપિયા પર પહોંચ્યો. જેથી અદાણી થી ઓછા ભાવ વાળો ગુજરાત ગેસ લોકો પુરાવવાનું પસંદ કરતાં હતાં. પણ હવે તેમાં પણ વધારો થયો છે. તાજેતરમાં ગુજરાત ગેસમાં 2.30 રૂપિયા ભાવ વધારા સાથે નવો ભાવ 82.16 રૂપિયા પર પહોંચ્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

છેલ્લા બે વર્ષની વાત કરીએ તો 2021 જાન્યુઆરીમાં 52.45 રૂપિયા ભાવ વધારો હતો જે 2022 જાન્યુઆરીમાં 67.53 રૂપિયા પર ભાવ પહોંચ્યો. એટલે કે 2021 જાન્યુઆરી થી 2022 જાન્યુઆરીમાં 14.91 રૂપિયા ભાવ વધાયો. જ્યારે 2022 જાન્યુઆરીએ 67.53 રૂપિયા ભાવ હતો તે 10 મેના રોજ 82.16 રૂપિયા પર પહોંચ્યો. એટલે કે 2022 જાન્યુઆરી થી 10 મે 2022 સુધી 14.63 રૂપિયા ભાવ વધ્યો. એટલે કે 2021 થી 10 મે 2022 સુધી ગુજરાત ગેસમાં અંદાજે 29.53 રૂપિયા ભાવ વધારો નોંધાયો છે. જે ભાવ લોકો અસહનીય માની રહ્યા છે.

લોકો માટે અદાણી CNG સામે ગુજરાત ગેસ નું પણ વિકલ્પ ન રહ્યું.

પેટ્રોલ ડીઝલના ભાવ વધુ હોવાના કારણે લોકો CNG તરફ વળ્યાં. જેમાં લોકો અદાણી અને ગુજરાત ગેસ પુરાવતા હતા. જેમાં છેલ્લા થોડા મહિનાઓથી અદાણી CNG ગેસ ભાવે જોર પકડ્યું અને 82.50 રૂપિયા ભાવે અદાણી CNG પહોંચ્યો. જેથી લોકો સસ્તા એવા ગુજરાત ગેસ્ટરફ વળ્યાં. જોકે હાલમાં બનેના ભાવ વચ્ચે માત્ર 34 પૈસાનો ફરક છે. જેથી લોકો પાસે હવે સસ્તા ભાવે ઇંધણ પુરાવવાનો કોઈ વિકલ્પ જ નથી રહ્યો. જેથી લોકોએ વધતા જતા ભાવ સામે ભાવ ધટાડો કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે અદાણી ગેસે 01 એપ્રિલના રોજ CNG-PNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો કર્યો કર્યો હતો. જેના પગલે ગુજરાત ગેસે 6 એપ્રિલે સીએનજીના ભાવમાં 6.45 રૂપિયા વધારો કર્યો હતો. ત્યાર બાદ ગુજરાત ગેસે 14 એપ્રિલે 2022માં 79.56 રૂપિયા. 2.58 રૂપિયા વધારો કર્યો હતો.

ક્યારે અંદાજે કેટલા ભાવ વધ્યા તેનું લિસ્ટ

  1. 1 જાન્યુઆરી 2019માં 46.70 રૂપિયા
  2. 1 જાન્યુઆરી 2020માં 52.62 રૂપિયા
  3. 1 જાન્યુઆરી 2021માં 52.45 રૂપિયા
  4. 24 ઓગસ્ટ 2021માં 54.45 રૂપિયા, 2 રૂપિયા ભાવ વધારો
  5. 5 ઓક્ટોબર 2021માં નવા ભાવ સાથે 58.10 રૂપિયા, 3.65 રૂપિયા વધારો
  6. 16 ઓક્ટોબર 2021માં 60.78 રૂપિયા, 2.68 રૂપિયા વધારો
  7. 1 નવેમ્બર 2021માં 65.74 રૂપિયા, 4.96 રૂપિયા વધારો
  8. 5 જાન્યુઆરી 2022માં 67.53 રૂપિયા, 1.59 રૂપિયા વધારો
  9. 23 માર્ચે 2022માં 70.53 રૂપિયા, 4 રૂપિયા વધારો
  10. 6 એપ્રિલે 2022માં 76.98 રૂપિયા, 6.45 રૂપિયા વધારો
  11. 14 એપ્રિલે 2022માં 79.56 રૂપિયા, 2.58 રૂપિયા વધારો
  12. 10 મે 2022માં 82.16 રૂપિયા, 2.60 રૂપિયા વધારો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">