અમદાવાદના બાપુનગર વિસ્તારમાં થયો અપહરણનો પ્રયાસ, ઘટના થઈ CCTVમાં કેદ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં થયો અપહરણનો પ્રયાસ, ઘટના થઈ CCTVમાં કેદ

અમદાવાદના બાપુનગરમાં અપહરણના પ્રયાસની ઘટના સામે આવી છે. બાપુનગર ચાર રસ્તા નજીક આવેલા એક જીમ નજીક યુવકનો અપહરણનો પ્રયાસ થયો છે. કેટલાક લોકોએ જબરદસ્તી યુવકને કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકે બચાવવા માટેની બૂમો પાડતા આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા. આસપાસ એકત્ર થયેલા લોકોને જોઈને અપહરણકર્તાઓ યુવકને છોડીને નાસી છુટ્યા હતા. મળતી માહિતી […]

TV9 Webdesk11

| Edited By: Kunjan Shukal

May 12, 2019 | 2:27 PM

અમદાવાદના બાપુનગરમાં અપહરણના પ્રયાસની ઘટના સામે આવી છે. બાપુનગર ચાર રસ્તા નજીક આવેલા એક જીમ નજીક યુવકનો અપહરણનો પ્રયાસ થયો છે. કેટલાક લોકોએ જબરદસ્તી યુવકને કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકે બચાવવા માટેની બૂમો પાડતા આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા. આસપાસ એકત્ર થયેલા લોકોને જોઈને અપહરણકર્તાઓ યુવકને છોડીને નાસી છુટ્યા હતા.

મળતી માહિતી મુજબ અપહરણકર્તાઓમાં એક શખ્સ યુવકના મામા પણ હતા. જે CCTV ફૂટેજ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે યુવક પોતાના મામા સાથે વાતચીત કરી રહ્યાં છે અને તેમની બાજુમાં જ એક કાળા રંગની કાર ઉભી છે. વાતચીત દરમિયાન યુવકને તેના મામા કારમાં બેસી જવા માટે વારંવાર કહે છે અને જ્યારે અનેકવાર કહ્યાં છતાં પણ યુવક કારમાં બેસતો નથી ત્યારે તેની સાથે કેટલાક લોકો બળજબરી પણ કરે છે.

પરંતુ યુવકે બુમાબુમ કરી મુકતા લોકો એકત્ર થઈ જાય છે અને ત્યારબાદ અપહરણકર્તાઓ નાસી છુટે છે. સમગ્ર કેસમાં યુવકે પોતાના મમ્મી અને મામા વિરુદ્ધ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: મધર્સ-ડેની ઉજવણી ચાલી રહી છે ત્યારે એક માતા પોતાના સંતાનની સેવા કરી રહ્યા છે, અમદાવાદની આ કરૂણગાથા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati