Ahmedabad : સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગે મ્યુકરમાઇકોસિસની 290 સર્જરી કરી, દર્દીઓના જીવ બચાવ્યા

સિવિલમાં દાખલ થતાં દર્દીઓમાં જડબાં અને દાંતમાં ફંગસ હોય તેવાં 290 દર્દીની ડેન્ટલ હોસ્પિટલમાં સર્જરી કરાઇ છે. જેમાં મોટાભાગના દર્દીના દાંત અને જડબું કાઢવાની અઢીથી 3 કલાકની સર્જરી કરાઇ છે.

Ahmedabad : સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગે મ્યુકરમાઇકોસિસની 290 સર્જરી કરી, દર્દીઓના જીવ બચાવ્યા
સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગે મ્યુકરમાઇકોસિસની 290 સર્જરી કરી
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 06, 2021 | 7:53 PM

ગુજરાતમાં બીજી લહેરમાં કોરોનાના દર્દીઓને ચપેટમાં લેતા મ્યુકરમાઇકોસિસ રોગમાં પણ વધારો થયો હતો. આ રોગમાં દર્દીઓને તેની તાત્કાલિક સારવાર લેવાની ફરજ પડી હતી. જેની માટે અમદાવાદ (Ahmedabad) શહેરના સિવિલ હોસ્પિટલમાં સરકારે એક અલાયદો વોર્ડ પણ બનાવ્યો છે. જેમાં બ્લેક ફંગસ (મ્યુકર માઇકોસિસ) ના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

જો કે સામાન્ય રીતે મ્યુકરમાઇકોસિસ(mucormycosis)ના રોગના દર્દીઓને તેનો ચેપ મોંના અલગ અલગ અંગો પર લાગતો હોય છે. જેમાં જડબા અને દાંતમાં ફંગસનો ફેલાવો વધતો હોય છે. જો તેને રોકવામાં ના આવે તો વધુ ફેલાતો હોય છે. જેના પગલે મુખમાં જડબા અને દાંતમાં ફેલાયેલા મ્યુકરમાઇકોસિસ રોગના દર્દીઓનો જીવ બચાવવા સર્જરી કરવાની ફરજ પડે છે.

જડબું કાઢવાની અઢીથી 3 કલાકની સર્જરી કરાઇ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અમદાવાદ (Ahmedabad)શહેરમાં મ્યુકરમાઇકોસિસ(mucormycosis)ના કેસ વધતાં સિવિલમાં દાખલ થતાં દર્દીઓમાં જડબાં અને દાંતમાં ફંગસ હોય તેવાં 290 દર્દીની ડેન્ટલ હોસ્પિટલમાં સર્જરી કરાઇ છે. જેમાં મોટાભાગના દર્દીના દાંત અને જડબું કાઢવાની અઢીથી 3 કલાકની સર્જરી કરાઇ છે. આ દર્દીમાંથી 4 દર્દીને ઉપર-નીચે બંને જડબામાં ફંગસ ફેલાતાં ડોક્ટર ટીમે 5-6 કલાકની સર્જરી કરીને જડબાં કાઢવાની ફરજ પડી હતી. ડેન્ટલ હોસ્પિટલના સર્જન ડો.ઉત્સવ ભટ્ટ જણાવે છે કે 320 દર્દીઓ પૈકી 290 દર્દીના ઉપર કે નીચેના જડબાની સર્જરી કરી છે. પરંતુ, દર્દીના ઉપર અને નીચેના બંને જડબામાં ફંગસ ફેલાયું હોય તેવું જ્વલ્લે જોવા મળ્યું છે.

અંગ બચાવવાનો પ્રયાસ કરાયો છે

આ અંગે ડેન્ટલ હોસ્પિટલના અધિક નિયામક ડો. ગિરીશ પરમારે જણાવ્યું હતું કે મ્યુકરમાઇકોસિસ(mucormycosis)ના ચેપ ધરાવતા મોટાભાગના દર્દીના જડબાંને બચાવવાનો પ્રયાસ કરાયો છે. ઇન્ફેકશન આગળ વધીને મગજ સુધી પહોંચવાની શક્યતા હોય તે કિસ્સામાં દર્દીનો જીવ બચાવવા જડબું કઢાયું છે.

શું છે મ્યુકરમાઇકોસિસના લક્ષણો 

કોવિડ દર્દીઓમાં થયેલા મ્યુકરમાઇકોસિસના લક્ષણોમાં પીડા, નાક ભરાવું, ગળામાં સોજો, મોંઢાની અંદર ફંગસના ડાઘા છે. તેના માટે તાત્કાલિક મેડિકલ સારવારની જરુર છે. તેમણે આગળ જણાવ્યુ કે બ્લેક ફંગસને કંટ્રોલ કરવા માટે સ્ટેરોઇડ્સનો વિવેકપૂર્ણ ઉપયોગ અને શુગર લેવલને કંટ્રોલમાં રાખવાનું છે.

મ્યુકરમાઇકોસિસ એ ફંગલ ચેપ છે

Mucormycosis એ ફંગલ ચેપ છે. આ તે લોકોને વધારે થાય છે જે પહેલેથી જ બીમાર હોય અને જેઓ પર્યાવરણમાં હાજર સૂક્ષ્મ જીવાણુઓ સામે લડવામાં અસમર્થ હોય. એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય.

 ચેપ કેવી રીતે લાગે છે?

જે લોકો પહેલાથી જ કોઈ રોગથી ગ્રસ્ત છે, જે વેરીકોનાઝોલ થેરેપી એટલે કે ગંભીર ફંગલ ઇન્ફેક્શનની સારવાર લઈ રહ્યાં છે. જેમનું ડાયાબિટીસ નિયંત્રણ હેઠળ નથી.તેમજ સ્ટીરોઈડને કારણે ઇમ્યુનિટી પ્રભાવિત છે અને જે લાંબા સમયથી આઇસીયુમાં છે. તેમને શરૂઆતમાં આ ફંગલ ચેપ લાગી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">