Ahmedabad : રેમડિસિવિર ઈન્જેકશનની ડિમાન્ડમાં વધારો, ઝાયડસ હોસ્પિટલ બહાર લાગી લાંબી કતારો

Ahmedabad : શહેરમાં એક તરફ કોરોના સંક્રમણ અટકી નથી રહ્યું. ત્યારે બીજી તરફ હવે Ahmedabadમાં રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પડાપડી થઈ રહી છે. શહેરની ઝાયડસ હોસ્પિટલની બહાર 300થી વધુ લોકોની ઈન્જેક્શન લેવા માટે લાઈનો લગાવી હતી.

Ahmedabad : રેમડિસિવિર ઈન્જેકશનની ડિમાન્ડમાં વધારો, ઝાયડસ હોસ્પિટલ બહાર લાગી લાંબી કતારો
ઝાયડસ હોસ્પિટલ બહાર લાઇન
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 4:23 PM

Ahmedabad : શહેરમાં એક તરફ કોરોના સંક્રમણ અટકી નથી રહ્યું. ત્યારે બીજી તરફ હવે Ahmedabadમાં રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પડાપડી થઈ રહી છે. શહેરની ઝાયડસ હોસ્પિટલની બહાર 300થી વધુ લોકોની ઈન્જેક્શન લેવા માટે લાઈનો લગાવી હતી. માત્ર અમદાવાદના જ નહીં, પરંતુ સુરત, રાજકોટ, મહેસાણા સહિતમાંથી લોકો ઈન્જેક્શન લેવા માટે ઝાયડસ હોસ્પિટલ આવ્યા હતા. લોકોમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળશે કે નહીં એની ચિંતા જોવા મળી રહી છે.

રેમડિસિવિર ઈન્જેકશનની ડિમાન્ડ વધી

કોરોના મામલે દિવસેને દિવસે Gujaratની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 2-3 દિવસથી કોરોનાના રોજ 3000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેને પગલે લોકોમાં ફરી હવે coronaનો ડર ઊભો થયો છે, જેમાં ahmedabad અને suratમાં તો સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. હાલ જે કેસ નોંધાઇ રહ્યા છે એમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ છે. જેથી તેમને ICUમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ દર્દીઓને ક્રિટિકલ સમયમાં રાહત આપવા માટે પ્રાઇમરી સ્ટેજ પર રેમડિસિવિર ઈન્જેકશન આપવામાં આવે છે, જેને કારણે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા માટે લોકો આખો દિવસ અમદાવાદના થલતેજ સ્થિત ઝાયડસ હોસ્પિટલના ફાર્મસી સ્ટોર પર લાઈન લગાવી રહ્યા છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

private hospitalમાં ઈન્જેકશન ન મળતાં લોકોએ લાઈન લગાવી

આ ઈન્જેકશન બજારમાં ડિસ્ટ્રિબ્યુટર પાસે 899થી લઈને 5400 સુધી અલગ અલગ COMPANYના ભાવ મુજબ મળે છે. જેમાં ઝાયડ્સ કેડિલા COMPANY લોકોને સૌથી સસ્તા ભાવે રૂ.899માં ઈન્જેકશનનું વેચાણ કરતી હોવાથી લોકો લાઈન લગાવી રહ્યા છે. જોકે રાજ્ય સરકાર પાસે તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન ઉપલબ્ધ છે, પરંતુ લોકોને ડર છે કે આ ઈન્જેકશનની અછત સર્જાશે અને કેટલાક લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન મળતાં ન હોવાથી તેઓ લાઇન લગાવીને ઊભા છે.

રેમડેસિવિરથી દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય ઘટાડી શકાય એક અખબારી મુલાકાત દરમિયાન ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપીરોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ એનો લાભ છે. બાકી આ રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">