Ahmedabad Covid Care: GMDC ખાતે 950 બેડની કોવિડ હોસ્પિટલમાં 41 દર્દીઓ ભરતી, સુવિધાઓ ભાર સહી શકે તેવી સ્થિતિમાં હજુ નથી, દર્દીઓ નિરાશ થઈ પરત

Ahmedabad Covid Care: અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે નવનિર્મિત ૯૫૦ બેડની ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ તો થઇ ગઇ પરંતુ સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ ગઇકાલે કુલ ૯૫૦ની ક્ષમતા સામે માત્ર ૪૧ દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક પણ પણ દર્દીને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો નથી.

| Updated on: Apr 26, 2021 | 11:07 AM

Ahmedabad Covid Care: અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે નવનિર્મિત ૯૫૦ બેડની ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ તો થઇ ગઇ પરંતુ સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ ગઇકાલે કુલ ૯૫૦ની ક્ષમતા સામે માત્ર ૪૧ દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક પણ પણ દર્દીને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ હોસ્પિટલમાં હજુ ક્ષમતા મુજબના તમામ બેડની સુવિધા ઉપલબ્ધ બની નથી અને ૯૫૦ બેડની ક્ષમતા માટે જરૂરી હોય એટલો ડોકટર તથા પેરામેડિકિલ સ્ટાફ પણ ઉપલબ્ધ થયો નથી. હજી સુધી માત્ર ૩૦૦ બેડની જ કામગીરી પૂર્ણ થઇ છે, જ્યારે બાકીના બેડનું કામ ચાલી રહ્યુ છે. હોસ્પિટલની બહાર ૧૦૮નો જમાવડો થતાં હોસ્પિટલના ગેટ પરથી પોલીસકર્મીઓએ અન્ય ૧૦૮ને બીજી જગ્યાએ લઇ જવા માટે કહેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં કોરોનાના તાંડવ વચ્ચે અમદાવાદની GMDCમાં 900 બેડની હોસ્પિટલ તૈયાર, શુક્રવારે અમિત શાહની મુલાકાત બાદ લોકોને આશા હતી કે શનિવારે તો હોસ્પિટલ શરૂ થઈ જશે એ જોતાં લોકો દૂર દૂરથી હોસ્પિટલમાં સારવાર માટે આવી પહોંચ્યા જોકે અહીં જોયું તો હોસ્પિટલ બંધ અને બહાર પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો.

અમિત શાહે શનિવારથી જીએમડીસી ગ્રાઉન્ડમાં 900 બેડની હોસ્પિટલ શરૂ થશે તેવી મીડિયા સમક્ષ આવી જાહેરાત કરી,
જાહેરાત બાદ હોસ્પિટલમાં દાખલ થવા રઝળપાટ કરતા દર્દીઓ અને તેના સ્વજનોની ખુશીઓનો કોઈ પાર નોહતો. દર્દીઓના પરિજનોને હાશકારો થયો કે તેના સ્વજનને કમસેકમ સમયસર સારવાર મળશે, સાજા થશે.

આ આશાએ વહેલી સવારથી જ કોઈ ખાનગી એમ્બ્યુલન્સમાં આવ્યા કોઈ પોતાના વાહન પર આવ્યા કોઈ રીક્ષા કરીને માંડ માંડ જીએમડીસીએ દોડી આવ્યા કોઈ 50-100 કિલો મીટર દૂરથી સારવાર મળશે તેવી આશાએ પહોંચ્યા. સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 100 જેટલા લોકો દાખલ થવા માટે પૂછપરછ કરવા આવ્યા હતા પરંતુ દર્દીઓ અને તેના સ્વજનોને થયો ધરમનો ધક્કો. દર્દીઓને સારવાર તો ન મળી હાથ લાગી નીરાશા કેમકે 950 બેડની આ હોસ્પિટલમાં હજુ પુરી તાકાતથી કામ કરી શકે તેવી સ્થિતિ નથી. એટલે જ 41 દર્ધી હાલમાં સારવાર લઈ રહ્યા છે.

આ હોસ્પિટલની સુવિધાની વાત કરવામાં આવે તો,

આ હશે સુવિધાઓ
150 આઇ.સી.યુ. બેડ, 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા
તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેનાં
જરુર પડે તો વધુ 500 પથારીઓ વધારી શકાશે
પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે
ઇન્ટેન્સિવ અને ક્રિટિકલ કેરની સુવિધા
દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સગવડ
હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા
તબીબો અને પેરામેડિકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની પણ વ્યવસ્થા

આ સિવાય સુવિધાઓની વાત કરવામાં આવે તો 
ઓન વ્હીલ્સ લેબોરેટરીમાં થશે RT-PCR ટેસ્ટ
ઓન વ્હીલ્સ લેબોરેટરી વાનમાં બાયોકેમેસ્ટ્રી એનાલાઈઝર,બ્લડ સેલ કાઉન્ટ, માઈક્રોસ્કોપ અને સેન્ટ્રીફ્યુઝ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. આ લેબોરેટરીવાનમાં RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ પણ આપી શકાશે. એક ICU ઓન વ્હીલ્સ પણ ફાળવવામાં આવી છે. ICU ઓન વ્હીલ્સના વેન્ટિલેટરથી લઈને ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ આ સિવાય બે લેબોરેટરી વાનમાં તમામ ટેસ્ટ કરી શકશે. આમ મોટાભાગની સુવિધાઓ અહીં ઉપલબ્ધ રહેશે..
લેબોરેટરી વાનમાં બાયોકેમેસ્ટ્રી એનાલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટની સુવિધા
માઈક્રોસ્કોપ અને સેન્ટ્રીફ્યુઝ સહિતની પણ સુવિધાઓ
લેબોરેટરીવાનમાં RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ પણ આપી શકાશે
ICU ઓન વ્હીલ્સના વેન્ટિલેટરથી લઈને ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ
શાહના મત વિસ્તારમાં 8 એમ્બ્યુલન્સ અને 8 લેબોરેટરી વાન ફાળવાશે
બે લેબોરેટરી વાનમાં તમામ ટેસ્ટ કરી શકશે

આ તમામ સુવિધાઓને લઈનેજ દર્દીઓ અને તેમના પરિજનોને શાંતિ થઈ હતી કે આટલી મોટી સુવિધાને લઈને ઝડપથી સારવાર મળશે. જો કે તે પ્રકારની હાલમાં સ્થિતિ દેખાઈ રહી છે તે મુજબ આ હોસ્પિટલ પૂર્ણ પણે કાર્યરત થવામાં હજુ થોડો સમય લાગી શકે તેમ છે.

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">