Ahmedabad કોર્પોરેશનનો નવતર પ્રયોગ, ખરાબ રસ્તાની સમસ્યા દૂર કરવા હવે 83 સ્થળોએ RCC રોડ બનાવશે

વરસાદ બંધ પડતા કોન્ટ્રાકટ દ્વારા પેચવર્ક પણ કરાય છે જોકે તેમ છતાં રસ્તાની હાલત સુધરતી નથી અને લોકોને હાલાકી પડે છે. ત્યારે આ સમસ્યા ફરી તે સ્થળ પર ન બને માટે એએમસીએ આવા 83 સ્થળ શોધી ત્યાં આરસીસી રોડ બનાવવાનું નક્કી કર્યું છે.

Darshal Raval
| Edited By: | Updated on: Aug 08, 2021 | 6:20 PM

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તા ખરાબ થવાની સમસ્યાને પહોંચી વળવા કોર્પોરેશને કવાયત હાથ ધરી છે. કોર્પોરેશને સર્વે કરી 83 જગ્યાએ ૨૦૬ કરોડ ના ખર્ચે આર.સી.સી રોડ બનાવવાનું નક્કી કર્યું છે.જેમાં શહેરમાં વરસાદ બાદ રસ્તા(Road)  ધોવાવવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જેના કારણે એએમસીનો પ્રિ મોન્સૂન પ્લાન પણ ધોવાઈ જતો હોય છે અને એએમસીની કામગીરી પર માછલાં ધોવાતા હોય છે. ત્યારે એએમસીએ ચોમાસા દરમિયાન કામગીરીને ટીકાને ખાળવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

જેના પ્રયાસના ભાગ રૂપે એએમસ એ શહેરમાં સર્વે કરાયો. જેમાં ખુલાસો થયો કે શહેરમાં વિવિધ જગ્યા પર પાણી ભરાય છે. જેના કારણે રસ્તા ધોવાઈ જાય છે. રસ્તા તૂટે છે. કપચી ઉખડે છે. જ્યાં વરસાદ બંધ પડતા કોન્ટ્રાકટ દ્વારા પેચવર્ક પણ કરાય છે જોકે તેમ છતાં રસ્તાની હાલત સુધરતી નથી અને લોકોને હાલાકી પડે છે. ત્યારે આ સમસ્યા ફરી તે સ્થળ પર ન બને માટે એએમસીએ આવા 83 સ્થળ શોધી ત્યાં આરસીસી રોડ બનાવવાનું નક્કી કર્યું છે. જેની પાછળ કોર્પોરેશન200 કરોડ ઉપર ખર્ચ કરશે.

કયા ઝોનમાં કેટલું કરાશે કામ.

મધ્ય ઝોનમાં ૧૨ સ્થળે પાણી ભરવાનું સર્વેમાં ખુલ્યું છે. જેમાં પાંચ સ્થળે 34576 ચોરસ મીટરમાં આરસીસી રોડ 11 કરોડના ખર્ચે બનાવવામાં આવશે
પૂર્વ ઝોનમાં એક લાખ ૨૭ હજાર ચોરસ મીટરના આર.સી.સી રોડ ૬૪ કરોડના ખર્ચે બનાવાશે
ઉત્તર ઝોનમાં 958684 રોડ બનાવવા માટે 19 કરોડના ખર્ચે રસ્તો બનાવવામાં આવશે
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 21700 ચોરસ મીટરમાં ૧૫ કરોડના ખર્ચે રસ્તો બનાવવા આવશે
પશ્ચિમ ઝોનમાં 11 કિલોમીટર માં 71 કરોડના ખર્ચે રસ્તા બનાવાશે
દક્ષિણ ઝોનમાં ચાર કિલોમીટરનો રોડ ચાર કરોડના ખર્ચે બનાવાશે
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 32૦૦ ચોરસ મીટર નો રોડ ૧૦ કરોડના ખર્ચે બનાવાશે

હાલ તો કોર્પોરેશન દ્વારા લોકોની સમસ્યા દૂર કરવા માટે આ નિર્ણય લીધો છે. પણ તેની સામે એ પણ જોવાનું રહેશે કે આરસીસી રોડ બને તો તે ગુણવતાવાળો બને તેમા કોઈ બાંધછોડ કરવામાં ન આવે. જેથી પ્રજાના રૂપિયે થતા કામ માથે ન પડે અને લોકોને સુવિધા મળે અને લોકોની સમસ્યા પણ દૂર થાય.

જે માટે અધિકારીનું સીધું નિરીક્ષણ પણ જરૂરી માનવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે યોગ્ય કામગીરી થાય અને તેમની સમસ્યા દૂર થાય અને તેઓ જે ટેક્ષ ભરે છે તેની સામે તેઓને તે પ્રકારની સુવિધાઓ પણ મળી રહે.

આ પણ વાંચો : જાણો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ Neeraj Chopraનો હવે પછીનો ટારગેટ શું છે ?

આ પણ વાંચો : તમને ખબર છે કે ટ્રેનનું અલગ-અલગ હોર્ન વાગે તો તેનો મતલબ શું થાય છે ? જાણો અજાણી વાતો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">