Ahmedabad : કોર્પોરેશનનો સફાઇ કામદારો માટે ઐતિહાસિક નિર્ણય, હવે આ કિસ્સામાં વારસદારોને અપાશે નોકરી

Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઇ કામદારોનાં મૃત્યુ કે અનફીટ થવાનાં કારણે ખાલી પડેલ જગ્યા પર જ તેઓનાં આશ્રિતોને વારસદારની નોકરી આપવામાં આવનાર હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશન પર આ અંગે કોઇ વધારાનો નાણાંકીય બોજો પડશે નહિ , તેમજ યુવાન કામદારો પણ મળી રહેશે.

Ahmedabad : કોર્પોરેશનનો સફાઇ કામદારો માટે ઐતિહાસિક નિર્ણય, હવે આ કિસ્સામાં વારસદારોને અપાશે નોકરી
અમદાવાદ કોર્પોરેશનનો સફાઇ કામદારો માટે ઐતિહાસિક નિર્ણય
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 01, 2021 | 6:04 PM

Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સફાઇ કામદારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરના ૬૨૦૦ થી વધારે સફાઇ કામદારોનાં આકસ્મિક મૃત્યુ કે અનફીટનાં કિસ્સાઓમાં તેઓનાં આશ્રિતોને નોકરી(Job)  આપવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના પગલે શહેરના 48 વોર્ડના સફાઇ કામદારોને તેનો લાભ મળશે.

જુદા- જુદા વોર્ડના ફરજ બજાવતા કામદારોને મળશે લાભ

Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ- ૨૦૧૭ માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં જુદા-જુદા વોર્ડોમાં ફરજ બજાવતા ૨૬૩૧ જેટલા સફાઇ કામદારો સહિત નવા પશ્ચિમ ઝોનનાં ૨૭૫૦, દક્ષિણ ઝોનમાં ૭૧, મલેરીયા ખાતામાં ૩૩૦, સ્નાનાગારમાં ૩૩ અને અ.મ્યુ.કો. સંચાલિત શારદાબેન તેમજ એલ.જી. હોસ્પિટલ જેવી મ્યુનિસિપલ હોસ્પિટલોમાં ફરજ બજાવતા ૧૮૫ સફાઇ કામદારો સહિત કુલ ૬૨૦૦ થી વધારે સફાઇ કામદારોને ફુલ ટાઇમ (૮ કલાકની) રોજીંદા કામદારની જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કાયમી સફાઈ કામદાર તરીકે નિમણુંકો આપવામાં આવેલ હતી.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

વિવિધ બીમારીઓનાં ભોગ બનતા હોય છે

આ ઉપરાંત Ahmedabad  શહેરનાં નાગરિકોની આરોગ્યની સુખાકારી માટે જાહેર રસ્તાઓ, જાહેર સ્થળો, બજારો, ગામતળ વિસ્તારો સહિત શહેરમાં આવેલા ૫૦૦ થી વધારે જાહેર શૌચાલયોની રોજેરોજની સફાઇની કામગીરી કરતા આ સફાઇ કામદારો- નગરની સ્વચ્છતાનાં લીધે વિવિધ બીમારીઓનાં ભોગ બનતા હોય છે જે કારણે તેઓ આકસ્મિક મૃત્યુનાં કિસ્સાઓમાં પરિવારનું ભરણ-પોષણ ચલાવવાનો મોટો પ્રશ્ન ઉભો થતો હોય છે વળી બીમારીઓનાં કારણે તેઓ નોકરીનાં બાકી વર્ષોમાં પોતાની ફરજ બજાવવામાં અશક્ત થઇ જતા હોય છે.

શહેરને સ્વચ્છ રાખી ઉમદા કામગીરી કરવામાં આવી

હાલમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં તમામ ૪૮ વોર્ડોમાં સફાઇ કામદારો દ્વારા કરવામાં ચાલી રહેલ વિશ્વવ્યાપી કોરોના મહામારીમાં પણ ખુબ જ ખંતપૂર્વક કામ કરી શહેરને સ્વચ્છ રાખી અન્ય બીમારીઓ વધુ ન ફેલાય તેવી ઉમદા કામગીરી કરવામાં આવી રહેલ છે.

આશ્રિતને નોકરી આપવાનો ઐતિહાસિક નિર્ણય

જેમાં સફાઇ કામદારોનાં આ પ્રશ્નોનાં નિરાકરણ માટે અને તેઓનાં પરિવારનું ભરણ-પોષણ ચાલુ રહે તે મુજબનાં માનવીય અભિગમ સાથે રોજીંદા કામગીરીમાંથી કાયમી નિમણુંક આપવામાં આવેલ આ તમામ ૬૨૦૦ થી વધારે સફાઇ કામદારોને તેઓનાં આકસ્મિક મૃત્યુ કે બીમારીઓનાં કારણે ફરજ બજાવવામાં અશકતતા – અનફીટનાં કિસ્સાઓમાં પણ સફાઈ કામદારનાં પરિવારનાં કોઇપણ એક વયસ્ક આશ્રિતને વારસદારની સફાઇ કામદાર તરીકેની નોકરી(Job)  આપવાનો ઐતિહાસીક નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવેલ છે.

સફાઇ કામદારોની ઘટ પુરાશે

આ ઉપરાંત સફાઇ કામદારોનાં મૃત્યુ કે અનફીટ થવાનાં કારણે ખાલી પડેલ જગ્યા પર જ તેઓનાં કે આશ્રિતોને વારસદારની નોકરી આપવામાં આવનાર હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશન પર આ અંગે કોઇ વધારાનો નાણાંકીય બોજો પડશે નહિ તથા યુવાન કામદારો પણ મળી રહેશે. તેમજ આશ્રિતોને વારસદારની નોકરી આપવાનાં કારણે સફાઇ કામદારોની ઘટ પુરાશે જેના કારણેશહેરમાં આવેલ વિસ્તારોની રોજેરોજની સફાઇ માટે પુરતા સફાઇ કામદારો ઉપલબ્ધ થશે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">