Ahmedabad Corona: હોસ્પિટલો હાઉસફુલ તરફ, 7 દિવસમાં 855 બેડ વધારાયા છતાં દર્દીને મળવા મુશ્કેલ

Ahmedabad Coronaનું સંક્રમણ વધતા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલની બેડમાં સતત વધારો થઈ રહ્યો છે. પાછલા 10 દિવસમાં કોરોના પોઝિટિવ કેસનો આંક સતત ઉપર જતા, ખાનગી હોસ્પિટલના 77 ટકા જેટલા બેડ ભરાઈ ગયા છે અને 23 ટકા બેડ જ હવે ખાલી રહ્યા છે

| Updated on: Apr 06, 2021 | 11:31 AM

Ahmedabad Coronaનું સંક્રમણ વધતા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલની બેડમાં સતત વધારો થઈ રહ્યો છે. પાછલા 10 દિવસમાં કોરોના પોઝિટિવ કેસનો આંક સતત ઉપર જતા, ખાનગી હોસ્પિટલના 77 ટકા જેટલા બેડ ભરાઈ ગયા છે અને 23 ટકા બેડ જ હવે ખાલી રહ્યા છે. મહત્વનું છે કે ખાનગી હોસ્પિટલમાં 1460 આઈસોલેશન બેડ પૈકી 1085 બેડ ભરાયા છે. વેન્ટિલગરના 83 ટકા બેડ જ્યારે વેન્ટિલેટર સાથેના 77 ટકા બેડ હોસ્પિટલમાં ભરાયા છે. આમ 851 ICU બેડ પૈકી 690 બેડ પણ પોઝિટિવ કેસ બાદ ભરાયા છે.

ખાલી બેડની સ્થિતિ

ICU બેડ 83 ટકા કુલ માત્ર 17 ટકા જ બેડ ખાલી
7 દિવ઼સમા 2967 બેડથી વધારીને 3822 સુધી વધારાયા
7 દિવસમા 855 બેડ વધારવા છતાં દર્દીને બેડ મળવા મુશ્કેલ

 

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે અને સરકારી હોસ્પિટલોમાં બેડ ભરાવા લાગ્યા છે. મોટાભાગના દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે,  તેવામાં ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના ગુજરાતના કો-ઓર્ડિનેટર ડૉક્ટર મુકેશ મહેશ્વરીએ સ્થિતિ વધુ વણસી શકે છે તેવી ચેતવણી આપી છે. તેમના મતે, જે રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તે જોતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં ગંભીર સ્થિતિનું નિર્માણ થશે.

તેમણે કહ્યું કે જે લોકોને કોઈ લક્ષણો નથી તેમને રેપિડ ટેસ્ટ કરીને ખોટો રિપોર્ટ આપી દેવાય છે પરંતુ તેનાથી વધુ ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. અમદાવાદ કોર્પોરેશને રેપિડ ટેસ્ટની જગ્યાએ RT-PCR ટેસ્ટ વધારવાની જરૂર છે. મહત્વનું છે કે લેબોરેટરીમાં RT-PCR સહિત સપોર્ટિવ રિપોર્ટ માટે ધસારો વધ્યો છે. CBC, CRP, LDH સહિતના રિપોર્ટમાં પણ વેઈટિંગ છે. તમામ રિપોર્ટ માટે 3થી 4 ગણો સમય વધ્યો છે.

સ્થિતિ ગંભીર હોવા છતાં આ તરફ અમદાવાદ કોર્પોરેશને કોરોના મહામારી વચ્ચે એક વિચિત્ર નિર્ણય કર્યો છે કે અત્યાર સુધી અન્ય રાજ્યમાંથી પરત ફરતા શહેરીજનો માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત હતો. જોકે હવે આ નિર્ણયને મરજિયાત કરાયો છે અને હવે અન્ય રાજ્યમાંથી પરત ફરતા અમદાવાદના લોકોને RT-PCR ટેસ્ટ નહીં કરાવવો પડે.

અમદાવાદના નાગરિકો હવે પોતાનું ઓળખકાર્ડ બતાવીને જ શહેરમાં પ્રવેશ મેળવી શકશે, ત્યારે સરકાર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ લેવાયેલા AMCના નવા નિર્ણયનો આજથી અમલ શરૂ થશે. જોકે અહીં સવાલ એ સર્જાય છે કે શું આવા નિર્ણયથી કોરોના પણ નિયંત્રણ મેળવી શકાશે ? આવા વિચિત્ર નિર્ણય લેવા પાછળનો હેતું શું તે એક સવાલ જરૂર પેદા કરે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">