અમદાવાદ શહેરમાં કોરોના બ્લાસ્ટ, એક જ દિવસમાં 34 કેસ નોંધાયા, NIDના 24 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ

અમદાવાદ શહેરમાં કોરોના બ્લાસ્ટ, એક જ દિવસમાં 34 કેસ નોંધાયા, NIDના 24 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ
Ahmedabad Corona Test (File Image)

ગુજરાતમાં રવિવારે કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જેમાં કોરોના એક જ દિવસમાં 37 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. જેને પગલે તંત્રની ચિંતા વધી છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

May 13, 2022 | 9:10 PM

ગુજરાતમાં(Gujarat)  રવિવારે કોરોનાના(Corona)  કેસમાં વધારો નોંધાયો છે. જેમાં કોરોના એક જ દિવસમાં 37 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદ(Ahmedabad)  શહેરમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. જેને પગલે તંત્રની ચિંતા વધી છે.અમદાવાદમાં કોરોનાના કેસો વધ્યા છે. જેમાં પાલડી NID કેમ્પસમાં 2 દિવસમાં કુલ  24  વિદ્યાર્થીઓ કોરોનાં પોઝિટિવ આવ્યા છે. જેના કોરોનાના કેસો આવતા પાલડી NID કેમ્પસની બોયઝ હોસ્ટેલ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ આવેલા તમામ વિદ્યાર્થીઓ હાલ આઇસોલેટ કરાયા છે. જેમાં પોઝિટિવ માં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના છે. તેમજ કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની વિદેશ કે ટ્રાવેલ હિસ્ટ્રી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તેના પગલે હવે આવતીકાલે અમદાવાદમાં હેલ્થ વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાશે. તેમજ શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવશે

જેમાં મળતી વિગતો મુજબ NIDનો એક વિદ્યાર્થી 22 તારીખે દિવ ગયો હતો. ત્યારબાદ NID માં 3 તારીખે ડીનર પાર્ટી અને 4 તારીખે મૂવી શૉ સામૂહિક રીતે યોજવામાં આવેલો જેમાં સંક્રમણ ફેલાયો હોવાનું અનુમાન છે. હાલમાં અધિકારીઓ દ્વારા કરાયેલ કોન્ટેક્ટ ટ્રેસિંગમાં આ વિગતો બહાર આવી છે. પ્રાથમિક તારણમાં આ વિદ્યાર્થી દ્વારા સંક્રમણ ફેલાયું હોવાનું અનુમાન છે.

અમદાવાદમાં કોરોનાએ માથું ઉંચકતા હવે એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા 9 મેથી હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે… તેમજ શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે… શહેરમાં ફરી માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાતા તંત્ર પણ એલર્ટ બન્યું છે… રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી હતી. આ દરમિયાન અમદાવાદમાં 20મી જાન્યુઆરીના રોજ સૌથી વધુ 9958 કેસ નોંધાયા હતા. જોકે ત્યાર બાદ ક્રમશઃ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે ગત બે દિવસથી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. શનિવારે પણ અમદાવાદમાં કોરોનાના 19 નવા કેસ નોંધાયા હતા…

(With Input Jignesh Patel) 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati