Ahmedabad Corona: શહેરની સરકારી હોસ્પિટલોમાં બેડ ઘટતા જાય છે અને કેસ વધતા જાય છે

Ahmedabad Corona: ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યના ચાર મહાનગરોમાં સ્થિતિ રોજેરોજ વણસી રહી છે. એક તરફ કેસ વધી રહ્યા છે બીજી તરફ કોવિડ હોસ્પિટલ્સમાં બેડ ફુલ થઈ રહ્યા છે.

| Updated on: Apr 07, 2021 | 2:01 PM

Ahmedabad Corona: ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યના ચાર મહાનગરોમાં સ્થિતિ રોજેરોજ વણસી રહી છે. એક તરફ કેસ વધી રહ્યા છે બીજી તરફ કોવિડ હોસ્પિટલ્સમાં બેડ ફુલ થઈ રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં વધતા કેસને જોતા બેડની સંખ્યામાં વધારો કરવાની ફરજ તંત્રને પડી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં કોરોનાના કેસના તમામ રેકોર્ડ તૂટ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે ઓ.પી.ડી.માં 600 દર્દીઓ આવ્યા જેમાંથી ઇમરજન્સી 259 દર્દીઓ આવ્યા. 1200 બેડ હોસ્પિટલમાં અત્યારે 887 દર્દીઓ સારવાર હેઠળ હતા. 1200 બેડ હોસ્પિટલમાં નોન કોવિડ કામ બંધ છે અને 1200 બેડ સંપુર્ણ પણે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરાઇ છે. 1200 બેડમાંથી મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ જુની સિવિલમા શિફ્ટ કરવામાં આવી છે તો 1200 બેડ હોસ્પિટલમાં બેડ વધારવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી કિડની હોસ્પિટલમા પણ 400 બેડ શરુ કરવામા આવ્યા છે.

 

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કોરોનાના આંકડા ચિંતાજનક સ્તરે વધી રહ્યા છે. ચારેય મહાનગરપાલિકાઓમાં આવેલી કોરોનાની સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે બેડ ખુટી પડ્યા છે. આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં વધારાના બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની તો,અમદાવાદમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. જેને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી SVP હોસ્પિટલમાં અન્ય તમામ તબીબી સારવારો બંધ કરીને માત્ર કોરોના હોસ્પિટલમાં પરિવર્તિત કરી દેવામાં આવે તેવી શક્યતા છે. સરકારી સુત્રો અનુસાર એસવીપી હોસ્પિટલમાં તમામ બેડ કોરોના માટે રિઝર્વ કરી દેવામાં આવી તેવી તૈયારીઓ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની વધેલી સંખ્યા એક હજારને પાર થઈ ગઈ છે. સિવિલની મેડિસિટીના 1309 બેડમાંથી 1008 બેડ ફુલ થઈ ગયા છે. સિવિલની હોસ્પિટલમાં માત્ર 301 બેડ ખાલી છે. સોમવારે એક જ દિવસમાં 290 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે તો યુ.એન.મહેતા, કિડની, કેન્સર સહિત અને 1200 બેડ હોસ્પિટલ હાઉસકુલ થવાના આરે છે.

વાત કરીએ સુરતની તો, સુરત રાજ્યનું સૌથી સંક્રમિત શહેર બની ચૂક્યું છે. શહેર-જિલ્લામાં રોજેરોજ પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે તો કોરોનાથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જોકે સંક્રમણ રોકવા તંત્ર યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહ્યું છે.. ત્યારે સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ પર નજર કરીએ તો કોવિડ હોસ્પિટલમાં કુલ 5,222 બેડની વ્યવસ્થા છે જેમાં ન્યુ સિવિલ હોસ્પિટલમાં 1,500 બેડ, સ્મીમેર હોસ્પિટલમાં 821 બેડ, ખાનગી હોસ્પિટલોમાં 2,451 બેડ, સમરસ હોસ્પિલમાં 450 બેડની વ્યવસ્થા છે જેમાંથી 49 ટકા એટલે કે 2,559 બેડ ભરેલા છે જ્યારે 51 ટકા એટલે કે 2,663 બેડ ખાલી છે.

કોરોનાના વધતા કેરને ધ્યાનમાં રાખીને સુરતનું તંત્ર સુવિધાઓ વધારવા પર ભાર આપી રહ્યું છે. દિવસે દિવસે બેડની સંખ્યામાં વધારો કરાઈ રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં બનેલી નવી કિડની હોસ્પિટલમાં નવી કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવશે.

તો ગુજરાતમાં હાલ કોરોનાને લઈને સ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે જેની સામે સ્થાનિક તંત્ર તરફથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા બેડની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">