Ahmedabad Corona: ઓક્સિજનની અછત વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઓકિસજનની અછતથી મુક્તનો દાવો

Ahmedabad Corona: ચારે તરફ બેડ, હોસ્પિટલ અને ઓક્સિનજન(Oxygen)ની અછતના સમાચારો વચ્ચે સિવિલે રાહતની ખબર આપી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ કોવિડ-૧૯ના દર્દીઓને ક્યારેય ઓક્સિજનની તંગી (Oxygen Supply) નોંધાઇ નથી

| Updated on: Apr 21, 2021 | 10:32 AM

Ahmedabad Corona: ચારે તરફ બેડ, હોસ્પિટલ અને ઓક્સિનજન(Oxygen)ની અછતના સમાચારો વચ્ચે સિવિલે રાહતની ખબર આપી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ કોવિડ-૧૯ના દર્દીઓને ક્યારેય ઓક્સિજનની તંગી (Oxygen Supply) નોંધાઇ નથી એટલું જ નહી દરેક કોરોના સંક્રમિત દર્દીઓના બેડ સુધી જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આમ તો કોરોનાની બીજી લહેર વચ્ચે સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે અને સિવિલની વાત કરીએ તો હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે. ઓક્સિજન સુવિધાના કારણે ક્રિટીકલ કંડીશનના દર્દીઓની સઘન સારવાર થઈ રહી છે. આ સિવાય સ્ટોરેજ કેપેસિટી વધવાથી વધુ સમય માટે ઓક્સિજનનો સ્ટોરેજ પણ રાખી શકાય છે જેથી હાલ તો ઓક્સિજન ખુટવાનો કોઈ સવાલ નથી તેવું સિવિલના અધિકારીઓનું કહેવું છે.

કોરોનાની સ્થિની વાત કરીએ તો શહેર, રાજ્ય નહી પણ દેશમાં અચાનક જ ઓક્સિજનની અછતનાં સમાચાર આવવા લાગ્યા હતા. કોરનાની જે લોકોને ગંભીર અસર થઈ રહી છે તેના શ્વાસ ચાલતા રહે તે માટે ઓક્સિજન જરૂરી છે પરંતુ હાલ દેશના અનેક રાજ્યમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. icuથી લઈ વેન્ટીલેટર સુધી ઓક્સિજનની ખુબજ જરૂરી છે, પરંતુ હાલ દેશમાં ઓક્સિજનને લઈને હાહાકાર મચી ગયો છે. લોકો દવા અને ઈન્જેક્શનની સાથે ઓક્સિજન સિલેન્ડર પણ શોધી રહ્યા છે.

અનેક શહેરોની હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે અને સરકારે પણ ઓક્સિજનની અલાયદી વ્યવસ્થા કરવાની જરૂર પડી છે જોકે આ બધી સ્થિતિ વચ્ચે વલસાડમાં સબ સલામત છે અને અહીંની હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. વલસાડમાં વાપી અને દમણથી ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહ્યો છે. અગાઉ વલસાડ જિલ્લામાં 15 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ હતો જોકે હાલ આ વપરાશ વધીને 60 મેટ્રિક ટને પહોંચ્યો છે.

નર્મદા જિલ્લામાં રાજ્ય સરકારે મોકલેલી ઓક્સિજન ટેન્ક આવી પહોંચી છે. સાંસદ મનસુખ વસાવા અને ગીતા રાઠવાએ 4 દિવસ પહેલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારબાદ રાજ્ય સરકાર સમક્ષ ઓક્સિજનની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. બંને સાંસદોની માંગને પગલે રાજ્ય સરકારે નર્મદા જિલ્લા માટે ઓક્સિજનની વ્યવસ્થા કરી આપી છે.

ઓક્સિજન રિફીલિંગ માટે મંજુસર જશે અને ત્યારબાદ કોવિડ હોસ્પિટલ રાજપીપળા ખાતે પરત આવશે.આ ટેન્કને સીધી જ ઓક્સિજનની લાઇનમાં જોઈન્ટ આપીને સ્ટોરેજ કરવામાં આવશે. ત્યારબાદ દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવશે. મહત્વનું છે કે સાંસદોની રજૂઆતને પગલે બે દિવસ પહેલા કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલેટરની પણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી આપી હતી.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">