અમદાવાદમાં લો ગાર્ડન ખાતે હેપ્પી સ્ટ્રીટનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ

અમદાવાદમાં લો ગાર્ડન ખાતે હેપ્પી સ્ટ્રીટનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલા લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટનું કામ પુરુ કરી થઈ ગયું છે. અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આજે તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. નવેમ્બરમાં જ હેપ્પી સ્ટ્રીટના સ્ટોલની હરાજી થઈ હતી, જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂ. 2 લાખ જેટલી બોલી લગાવાઇ હતી. ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓ […]

TV9 Webdesk12

| Edited By: Pinak Shukla

Jan 18, 2021 | 3:20 PM

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલા લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટનું કામ પુરુ કરી થઈ ગયું છે. અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આજે તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. નવેમ્બરમાં જ હેપ્પી સ્ટ્રીટના સ્ટોલની હરાજી થઈ હતી, જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂ. 2 લાખ જેટલી બોલી લગાવાઇ હતી. ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લો ગાર્ડનમાં હેપ્પી સ્ટ્રીટ ફૂડ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો, બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ

આ હેપ્પી સ્ટ્રીટમાં તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. ગત નવેમ્બર મહિનામાં તમામ સ્ટેલની હરાજી પણ કરવામાં આવી હતી. વધુમાં તમને જણાવી દઈએ કે, હેપ્પી સ્ટ્રીટ ફૂડમાં બપોરે ચાર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી ટુ વ્હીલરના 20 રૂપિયા અને ફોર વ્હીલરના 50 રૂપિયાનો પ્રતિ કલાકનો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. કોર્પોરેશન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું હતું. જેથી કોર્પોરેશનને વાર્ષિક કમાણી રૂ. 25.30 લાખની થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati