Ahmedabad : નવનિર્મિત 6 પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીને વધુ સુદ્રઢ કરવાના અનેક નવતર આયામો અપનાવી રાજ્ય સરકારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીમાં આમૂલ પરિવર્તન કર્યુ છે તે માટે ગૃહ મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

Ahmedabad : નવનિર્મિત 6 પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
Ahmedabad: CM inaugurates 6 newly constructed police stations and Deputy Superintendent of Police
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 3:06 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત 6 પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીના વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સંપન્ન કર્યા હતા.

રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીને વધુ સુદ્રઢ કરવાના અનેક નવતર આયામો અપનાવી રાજ્ય સરકારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીમાં આમૂલ પરિવર્તન કર્યુ છે તે માટે ગૃહ મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

ગૃહમંત્રીએ જણાવ્યું કે, ભુતકાળમાં ગુજરાતની છબિ કરફયુ કેપિટલ અને છાશવારે રમખાણો થતા રાજ્યની હતી.હવે, રાજ્ય પોલીસે અદ્યતન ટેકનોલોજી, કૌશલ્યવર્ધન યુકત કર્મીઓની સમયબદ્ધ ભરતી, ગુજસિટોક જેવા કાનૂની ઢાંચાને નક્કર સમર્થનથી ગુજરાતને શાંત, સલામત, સુરક્ષિત અને વિકસીત રાજ્યની ઓળખ અપાવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી અને લોકોની સુરક્ષાને પાયા રૂપ ગણાવ્યા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના દિશાદર્શનમાં ગુજરાત પોલીસ બિટ પોલીસીંગથી સ્માર્ટ પોલિસીંગ તરફ સફળતાપૂર્વક આગળ વધી છે. તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ભુપેન્દ્ર પટેલે પોલીસ દળના સાયબર આશ્વસ્ત, વિશ્વાસ પ્રોજેકટ, 10 હજાર જવાનોને 71 કરોડના ખર્ચે અપાનારા બોડીર્વોન કેમેરા જેવી સુવિધાઓથી રાજ્યના નાગરિકોની જાન-માલ સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવણીમાં નવું બળ મળ્યું છે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સચિવ અવંતિકા સિંઘ ગાંધીનગરથી સહભાગી થયા હતા.

સાણંદ ધારાસભ્ય કનુભાઇ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અગ્રણી પ્રદિપસિંહ વાઘેલા તેમજ અમદાવાદ રેન્જ આઇ.જી. કલેકટર અને પોલીસ અધિક્ષક વગેરે કાર્યક્રમ સ્થળેથી આ વર્ચ્યુઅલ લોકાર્પણમાં જોડાયા હતા.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યોના મંત્રીમંડળની રચના, 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીએ લીધા શપથ

આ પણ વાંચો : GANDHINAGAR : સાંજે 4:30 વાગ્યે નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક મળશે, નવા પ્રધાનોને ખાતાઓની ફાળવણી થશે

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">