Ahmedabad Breaking News : પ્રજાલક્ષી વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારી તંત્રની લચર વૃતિ સામે ગુજરાત હાઈકોર્ટ આકરાપાણીએ, તમામ પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને તેડાવ્યા

આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને હાજર રહેવા માટે હુકમ કર્યો છે. રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ગેરકાયદે પાર્કિંગ મામલે નિષ્ફળ કામગીરી બદલ હાઇકોર્ટે બોલાવવામાં આવ્યા છે. આ સાથે જ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને પણ હાઇકોર્ટમાં હાજર રહેવા ફરમાન આપવામાં આવ્યુ છે. તો વર્ષ 2017 થી ચાલી રહેલી જાહેરહિતની અરજીમાં યોગ્ય કાર્યવાહી ન થતાં ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

Ahmedabad Breaking News : પ્રજાલક્ષી વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારી તંત્રની લચર વૃતિ સામે ગુજરાત હાઈકોર્ટ આકરાપાણીએ, તમામ પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને તેડાવ્યા
Gujarat High court
| Edited By: | Updated on: Oct 27, 2023 | 6:58 AM

Gujarat High Court : આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને હાજર રહેવા માટે હુકમ કર્યો છે. રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ગેરકાયદે પાર્કિંગ મામલે નિષ્ફળ કામગીરી બદલ હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ સાથે જ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને પણ હાઇકોર્ટમાં હાજર રહેવા ફરમાન આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Ahmedabad Breaking News : નવરાત્રી દરમિયાન 108 ઈમરજન્સી કેસમાં વધારો, રાજ્યમાં હાર્ટને લગતા 600 જેટલા કેસ નોંધાયા

તો વર્ષ 2017 થી ચાલી રહેલી જાહેરહિતની અરજીમાં યોગ્ય કાર્યવાહી ન થતાં ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.ગુજરાત હાઇકોર્ટે તમામ વિભાગને કામગીરીના આદેશ આપવામાં આવ્યા હતા. જેની સામે દાખલ થતા સોગંદનામામાં બતાવતી કાર્યવાહી કરવામાં આવી હતી.તેમજ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીનાં રિપોર્ટમાં જમીની વાસ્તવિકતા કંઇક જુદી આવતા હાઇકોર્ટ નારાજ છે. આજે તમામ અધિકારીઓને 11 કલાકે હાઇકોર્ટમાં હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 6:44 am, Fri, 27 October 23