અમદાવાદ બન્યું કોરોનાનું એપીસેન્ટર, કોરોનાનો આંક પાંચસોને પાર

ગુજરાતમાં Corona ના કેસ વધતાની સાથે જ અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાનું એપીસેન્ટર બની ગયું છે . જેમાં આજે રાજ્યમાં નોંધાયેલા 1730 કેસમાંથી જેમાં અમદાવાદમાં નવા 502 કેસ નોંધાયા છે.

અમદાવાદ બન્યું કોરોનાનું એપીસેન્ટર, કોરોનાનો આંક પાંચસોને પાર
Ahmedabad Corona Test File Image
Follow Us:
| Updated on: Mar 23, 2021 | 10:01 PM

ગુજરાતમાં Corona ના કેસ વધતાની સાથે જ અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાનું એપીસેન્ટર બની ગયું છે . જેમાં આજે રાજ્યમાં નોંધાયેલા 1730 કેસમાંથી જેમાં અમદાવાદમાં નવા 502 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 476 અને જિલ્લામાં 101 કેસ નોંધાયા છે. આમ અમદાવાદ કોર્પોરેશનમાં સુરત કોર્પોરેશન કરતાં પણ વધારે કેસ નોંધાયા છે. જે શહેરમાં ફેલાયેલા Corona કેસની ભયાનકતા દર્શાવે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં આજે કોરોનાના લીધે બે લોકોનાં મોત થયાં છે.

માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો આંકડો 197 પર પહોંચ્યો

અમદાવાદ શહેરમાં કોરોના લીધે માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામા પણ વધારો થયો છે. જેમાં મંગળવારે શહેરના 175 માઇક્રો ઝોન માંથી 5 વિસ્તાર દૂર કરાયા છે. જયારે વધુ 27 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેના લીધે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો આંકડો 197 પર પહોંચ્યો છે. જોવા જઇએ તો શહેરમાં ચૂંટણી બાદ માઈક્રો કન્ટેઇનમેન્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે ઉમરાયેલા વિસ્તારની વાત કરીએ તો નવા વિસ્તારમાં લાંભા, મણિનગર, બોડકદેવ, થલતેજ અને ચાંદલોડીયામાં સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ થયો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અમદાવાદ -સુરતમાં સ્થિતિ બેકાબૂ

રાજ્યમાં આજે મહાનગરોમાં નવા નોંધાયેલાCoronaના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 502 કેસ નોંધાયા છે અને સુરતમાં 476 કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતી જઈ રહી છે. રાજ્યમાં આજે નવા નોંધાયેલા કુલ કેસોના 50 ટકા કેસ માત્ર અમદાવાદ અને સુરતમાં જ સામે આવ્યા છે.

સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ અમલી

ગુજરાતમાં સતત વધી રહેલા Coronaના કેસના પગલે કોરોના એપીસેન્ટર સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત રાત્રે 9થી સવારના 6 વાગે સુધી રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં સપ્તાહના અંતમાં શનિ અને રવિવારના રોજ મોલ તથા સિનેમા ઘરોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1730 કેસ 

ગુજરાતમાં Corona ના કેસ સતત વધી રહ્યા છે. જેમાં મંગળવારે કોરોનાના રેકોર્ડબ્રેક 1730 કેસ નોંધાયા છે. તેમજ ચાર લોકોનાં  મોત થયા છે. જેમાં અમદાવાદમાં નવા 502 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 476 અને જિલ્લામાં 101 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં કોરોનાના 162 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 130 કેસ નોંધાયા છે. જ્યારે ખેડામાં 24 અને શહેરમાં 23 કેસ નોંધાયા છે. તેમજ આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યાં છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">