Ahmedabad : મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMCની કાર્યવાહી, 133 કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ અપાઈ

ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળાને અટકાવવા AMC આવ્યું હરકતમાં. 133 એકમોને નોટિસ આપી 6.32 લાખ દંડ વસુલ કર્યો. મચ્છરોના બ્રિડિંગને લઈને કરાઈ કાર્યવાહી

Ahmedabad : મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMCની કાર્યવાહી, 133 કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ અપાઈ
AMC's action to prevent mosquito-borne epidemic
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 23, 2021 | 8:18 PM

Ahmedabad : ચોમાસું આવતા મચ્છર જન્ય રોગચાળો માઝા મૂકે છે. અને તેમાં પણ આ ગત વર્ષની જેમ આ વર્ષે કોરોના છે. ગત વર્ષે તો લોકડાઉન ના કારણે એટલી કાર્યવાહી થઈ ન હતી. પણ આ વર્ષે કેસ ઘટતા લોકો બહાર નીકળતા અને નિયત જીવન પરત ફરતા રોગચાળાનો ભય ફરી તોળાઈ રહ્યો છે. ત્યારે આ ભય ઓછો કરવા અને લોકોને રોગચાળામાંથી મુક્તિ આપવા amc એ પ્રયાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી છે.

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આજે Amc ના હેલ્થ મલેરિયા વિભાગે 7 ઝોનમાં કરાઈ કાર્યવાહી કરી. જેમાં શહેરમાં 274 કન્સ્ટ્રકશન સાઈટ ચેક કરી 133ને નોટિસ અપાઈ. તેમજ 6.32 લાખ દંડ વસુલ કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં પણ નિકોલમાં આવેલ પ્રધાનમંત્રી આવાસની બાંધકામ સાઈટની એડમીન ઓફિસ પણ સીલ કરવામાં આવી છે. મચ્છરોના બ્રિડિંગ મળી આવતા આ તમામ એકમો સામે કાર્યવાહી કરાઈ છે. કેમ કે ચોમાસા દરમિયાન મચ્છરોના બ્રિડિંગના કારણે મચ્છર જન્ય રોગચાળો વધતો હોય છે. ત્યારે મચ્છરોના બ્રિડિંગને રોકવું તેટલું જ જરૂરી છે. માટે આ કાર્યવાહી કરવામાં આવી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મહત્વનું છે કે amc દ્વારા હવે દર વર્ષની જેમ રોગચાળાના આંકડા જાહેર કરવાનું પણ શરૂ કર્યું છે. જે આંકડા કોરોના કાળ દરમિયાન જાહેર કરવાના બંધ કરી દેવાયા હતા. જો તે આંકડા પ્રમાણે રોગચાળા પર નજર કરીએ તો,

વર્ષ 2020માં મચ્છરજન્ય રોગચાળાના કેસ જોઈએ તો સાદા મલેરિયાના 618 અને 17 જુલાઈ સુધી 44 કેસ. તો 2021 ની 17 જુલાઈ સુધી 122 કેસ તો જુલાઇ મહિનામાં 40 કેસ નોંધાયા.

2020માં ઝેરી મલેરિયાના 64 અને ચાલુ મહિને 17 જુલાઈ સુધી 1 કેસ, તો 2021 ની 17 જુલાઈ સુધી 6 કેસ ચાલુ મહિને 17 જુલાઓ સુધી 3 કેસ નોંધાયા. 2020માં ડેન્ગ્યુના 432 અને 17 જુલાઈ સુધી 22 કેસ. તો 2021 ની 17 જુલાઈ સુધી 92 કેસ તો ચાલુ માસે 17 જુલાઈ સુધી 24 કેસ નોંધાયા. 2020માં ચિકનગુનિયા 923 અને 17 જુલાઈ સુધી 3 કેસ. તો 2021 ની 17 જુલાઈ સુધી 135 કેસ અને ચાલુ માસે 17 જુલાઈ સુધી 7 કેસ નોંધાયા.

તો પાણી જન્ય રોગચાળામાં 2020માં નોંધાયેલ કેસમાં ઝાડાં-ઉલટીના 2072 કેસ અને 17 સુધી 63 કેસ તો 2021 ની 17 જુલાઈ સુધી 1687 કેસ અને ચાલુ માસે 17 જુલાઈ સુધી 391 કેસ નોંધાયા.

2020માં કમળાના 664 અને 17 જુલાઇ સુધી 25 કેસ. તો 2021 ની 17 જુલાઈ સુધી 510 કેસ અને ચાલુ માસે 17 જુલાઈ સુધી 86 કેસ નોંધાયા. 2020માં ટાઈફોઈડના 1338 અને 17 જુલાઈ સુધી 64 કેસ. તો 2021 ની 17 જુલાઈ સુધી 882 કેસ અને ચાલુ માસે 17 કુલાઈ સુધી 80 કેસ નોંધાયા. અને 2020માં કોલેરાના એક પણ કેસ ન હતા જે 2021માં 17 જુલાઈ સુધી કુલ 59 કેસ નોંધાયા છે.

મહત્વનું છે કે amc દ્વારા જરૂરી સેમ્પલ પણ લેવામાં આવે છે. જેમાં 2020 દરમિયાન 50 હજાર લોહીના સેમ્પલ સામે 2021માં 17 જુલાઈ સુધી 53 હજાર સેમ્પલ લેવાયા. તો 2020 દરમિયાન 1 હજાર સીરમ સેમ્પલ સામે 2021માં 17 જુલાઇ સુધી 846 સેમ્પલ લેવામાં આવ્યા છે.

એટલું જ નહીં પણ ચાલુ વર્ષે રોગચાળાને લઈને કેટલાક વિસ્તાર હોટસ્પોટ બન્યા છે. જેમાં દાણીલીમડા. દરિયાપુર. જુહાપુરા. બહેરામપુરા અને સરખેજનો સમાવેશ થાય છે. જયા પીવાના પાણી ગંદા આવતા રોગચાળો ફાટી નીકળ્યાનો લોકોનો આક્ષેપ છે. જેના કારણે બહેરામપુરા ચેપીરોગ હોસ્પિટલ સાથે amc ની હોસ્પિયલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે.

જોકે આ તમામ વચ્ચે amc દ્વારા પાણી પીવા લાયક છે કે નહીં તે જાણવા સમયાંતરે સેમ્પલ લેવામાં આવતા હોય છે તેમ ઘટાડો કર્યાનું પણ સામે આવ્યું છે. કેમ કે 2017માં 43765 સેમ્પલ લેવાયા જેમાં 2023 સેમ્પલ અનફિટ આવ્યા. 2018માં 37870 સેમ્પલ લેવાયા જેમાં 2234 એમ્પલ અનફિટ આવ્યા. 2019 માં 3380 સેમ્પલ લેવાયા જેમાં 119 સેમ્પલ અનફિટ આવ્યા છે.

અને જો વર્ષની સરખામણી કરીએ તો. 2019 મે મહિનામાં 3481 સેમ્પલ લેવાયા જેમાં 82 અનફિટ આવ્યા. જૂનમાં 3810 માંથી 113 અનફિટ આવ્યા. તો 2021માં એપ્રિલમાં 1445 સેમ્પલ લેવાયા જેમાં 6 અનફિટ આવ્યા. 2021 મે મહિનામાં 1729 સેમ્પલ લેવાયા જેમાં 15 અનફિટ આવ્યા. તો 2021 જૂનમાં 2652 સેમ્પલ લેવાયા જેમાં 57 સેમ્પલ અનફિટ આવ્યા. આમ વર્ષ પ્રમાણે જોઈએ તો સેમ્પલિંગમાં ઘટાડો છે અને અનફિટ સેમ્પલના અનકડા વધુ છે. જે ચિંતાનો વિષય છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">