અદાણીએ CNG અને PNGના ભાવ વધાર્યા, કિલોદીઠ CNGના ભાવમાં 95 પૈસા અને PNGના ભાવમાં 1.29 રૂપિયાનો વધારો

અદાણી ટોટલ ગેસે સીએનજી-કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં કિલોએ 95 પૈસાનો વધારો કર્યો છે અને ઘર ઘરમાં રસોઈ માટે પાઈપલાઈનથી મોકલાતા પીએનજી ગેસના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે 1.29 રૂપિયાનો વધારો કર્યો છે.

અદાણીએ CNG અને PNGના ભાવ વધાર્યા, કિલોદીઠ CNGના ભાવમાં 95 પૈસા અને PNGના ભાવમાં 1.29 રૂપિયાનો વધારો
CNG

અદાણીએ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો ઝીંક્યો છે. અદાણી ટોટલ ગેસે સીએનજી-કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં કિલોએ 95 પૈસાનો વધારો કર્યો છે અને ઘર ઘરમાં રસોઈ માટે પાઈપલાઈનથી મોકલાતા પીએનજી ગેસના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે 1.29 રૂપિયાનો વધારો કર્યો છે.

16મી ફેબ્રુઆરીની મધરાતથી આ ભાવ વધારો લાગુ કરાયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પછી ગ્રાહકોને માથે હવે સીએનજીના ભાવ વધારાનો પણ બોજ આવી રહ્યો છે. અદાણી ટોટલ ગેસ દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાને પરિણામે અમદાવાદ, ખેડા, બરવાળા, સુરેન્દ્રનગરના અદાણી ગેસના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં સીએનજીના કિલોદીઠ ભાવ વધીને રૂપિયા 54.95 થઈ ગયો છે.

આ જ રીતે સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરના રૂપિયા 27.77ના ભાવે વેચાતો પીએનજીનો ભાવ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે 29.06 થઈ ગયો છે. તદુપરાંત તેના પર અમદાવાદમાં ટેક્સ પણ લગાવવામાં આવશે. નવસારી વિસ્તારના અદાણી ગેસના ગ્રાહકોને માથે પણ નવા ભાવ વધારાને પરિણામે ખર્ચ બોજ વધશે. ગુજરાતમાં 10 લાખથી વધારે વાહનો સીએનજી પર ચાલતા હોવાનો અંદાજ છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati